Unified Pension Scheme Rules Notified: યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) ના નિયમો સરકારે નોટિફાઇ કર્યા છે. જેમા કેન્દ્ર સરકારના કર્મચારીઓને એક નવો વિકલ્પ આપે છે જેઓ પહેલાથી જ નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) હેઠળ આવરી લેવામાં આવ્યા છે. યુપીએસના નિયમો 19 માર્ચ, 2925ના રોજ જારી કરવામાં આવ્યા છે અને 1 એપ્રિલ, 2025 થી લાગુ થશે. યુપીએસ યોજનાનો લાભ મેળવવા માટે, પાત્ર કર્મચારીઓએ નિર્ધારિત સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.
Unified Pension Scheme : યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) શું છે?
પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ “પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ યુનિફાઇડ પેન્શન સ્કીમનું સંચાલન) રેગ્યુલેશન્સ, 2025” નામના નવા નિયમોને સૂચિત કર્યા છે. યુપીએસ યોજના ખાસ કરીને એવા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે લાવવામાં આવી છે જેઓ પહેલાથી જ NPS હેઠળ આવે છે. તેમા વર્તમાન કર્મચારીઓ, નવા ભરતી થયેલા કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓનો સમાવેશ થાય છે જે હાલમાં NPS હેઠળ છે. જો NPS પસંદ કરનાર નિવૃત્ત કર્મચારીનું મૃત્યુ થાય છે, તો તેની કાયદેસર પરિણીત પત્નીને પણ UPS ના લાભો મેળવવાનો અધિકાર મળશે.
UPS Rules : યુપીએસ નિયમ
યુપીએસ નિયમોમાં ઘણી મહત્વપૂર્ણ બાબતો સ્પષ્ટ કરવામાં આવી છે . આમાં ‘સ્વીકાર્ય ચૂકવણી’ (admissible payout), કુટુંબ ચૂકવણી અને ડિફોલ્ટ પેટર્ન જેવી વ્યાખ્યાઓનો સમાવેશ થાય છે. વધુમાં, યોજનાનો અમલ કરનારા મધ્યસ્થીઓએ ડેટા ચોકસાઈ જાળવી રાખવી પડશે, PFRDA માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે અને કોઈપણ ફેરફારોની જાણ કરવી પડશે.
UPS યોજનાનો વિકલ્પ કોણ પસંદ કરી શકે છે?
PFRDA દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન અનુસાર, UPS વિકલ્પ ફક્ત તે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ખુલ્લો રહેશે જેઓ પહેલાથી જ NPS હેઠળ આવરી લેવામાં આવ્યા છે. તેમા હાલના કર્મચારીઓ, નવા નિયુક્ત કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓનો સમાવેશ થાય છે જેઓ અગાઉ NPS હેઠળ હતા. વધુમાં, જો કોઈ નિવૃત્ત કર્મચારી જેણે NPS પસંદ કર્યું હોય અને UPS વિકલ્પ પસંદ ન કર્યો હોય, તો તેની કાયદેસર પરિણીત પત્ની આ યોજનાનો લાભ મેળવી શકે છે.
UPS માટે ક્યારે અને કેવી રીતે અરજી કરવી?
યુપીએસ યોજનાનો લાભ મેળવવા માંગતા કર્મચારીઓએ 1 એપ્રિલ, 2025 થી 3 મહિનાની અંદર અરજી કરવાની રહેશે. નવા ભરતી થયેલા કર્મચારીઓએ જોડાયાના 30 દિવસની અંદર નિર્ણય લેવાનો રહેશે. જો સરકાર જરૂરી માને તો આ સમય મર્યાદા પણ લંબાવી શકાય છે. જોકે, એકવાર UPS પસંદ થઈ ગયા પછી, તે બદલી શકાતી નથી; તેથી, કાળજીપૂર્વક નિર્ણય લેવો મહત્વપૂર્ણ છે.
UPS માટે અરજી કરવાની પ્રક્રિયા શું છે?
UPSનો લાભ મેળવવા માટે પાત્ર કર્મચારીઓએ નિર્ધારિત ફોર્મ ભરવાના રહેશે:
Form A2 – વર્તમાન કર્મચારીઓ માટે
Form A1 – નવા નિમણુંક કર્મચારીઓ માટે
Form B2 – નિવૃત્ત કર્મચારીઓ માટે
Form B6 – મૃત પેન્શનરની પત્ની માટે
UPS માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અરજી કરો
યુપીએસની પ્રક્રિયા સરળ બનાવવા માટે અરજીઓ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકાય છે.
ઓનલાઈન અરજી – CRA પોર્ટલ દ્વારા કરી શકાય છે.
ઑફલાઇન અરજી – સંબંધિત વિભાગના મુખ્ય કાર્યાલય અથવા DDO દ્વારા કરી શકાય છે.
જો કોઈ લાયક કર્મચારી સમયમર્યાદા સુધીમાં અરજી નહીં કરે, તો તે NPSમાં રહેશે અને UPSનો લાભ મેળવી શકશે નહીં.
Pension Calculation Formula : પેન્શન ગણતરીની ફોર્મ્યુલા
પેન્શન = 50 ટકા × (છેલ્લા 12 મહિનાની બેઝિક સેલેરીના કુલ/ 12)
જો નોકરીનો સમય 25 વર્ષ કે તેનાથી વધારે હોય તો પુરી પેન્શન મળશે.
જો સર્વિસ 25 વર્ષથી ઓછી હોય તો, તો પેન્શન તેના ગુણત્તોરમાં ઓછી રહેશે.
આ પણ વાંચો | TDS ના નવા નિયમ 1 એપ્રિલ 2025 થી લાગુ, બેંક વ્યાજ થી લઇ શેર ડિવિડન્ડની કમાણીને થશે અસર
આ બાબત આપણે ઉદાહરણથી સમજીયે
જો 25 વર્ષ કે તેનાથી વધુ સર્વિસ : જો સરેરાશ બેઝિક સેલેરી 1 લાખ રૂપિયા છે, તો પેન્શન 50,000 રૂપિયા માસિક હશે.
20 વર્ષની નોકરી : સરેરાશ વેતન 1 લાખ રૂપિયા થવા પર પેન્શન 40,000 રૂપિયા માસિક હશે.
લઘુતમ ગેરંટી પેન્શન : જો બેઝિક વેતન 15000 રૂપિયા છે, તો પેન્શન 10000 રૂપિયા માસિક હશે. પછી ભલે ફોર્મ્યુલ કરતા ઓછી રકમ થતી હોય.