ટેસ્લા મોડલ V અને MG સાયબરસ્ટર કઇ ઇલેક્ટ્રિક કાર દમદાર છે? કિંમતથી લઇ બેટરી રેન્જ દરેક વિગત જાણો

MG Cyberster vs Tesla Model Y Comparison : એલોન મસ્કની ટેસ્લા મોડલ વાય અને એમજી સાયબરસ્ટર ભારતમાં તાજેતરમા લોન્ચ કરવામાં આવેલી પ્રીમયિમ ઇલેક્ટ્રિક કાર છે. અહીં બંને ઇ-કારની કિંમત, બેટરી અને ડ્રાઇવિંગ રેન્જની તુલનાત્મક વિગત આપી છે.

Written by Ajay Saroya
August 04, 2025 14:52 IST
ટેસ્લા મોડલ V અને MG સાયબરસ્ટર કઇ ઇલેક્ટ્રિક કાર દમદાર છે? કિંમતથી લઇ બેટરી રેન્જ દરેક વિગત જાણો
Tesla Model V VS MG Cyberster Comparison : ટેસ્લા મોડલ વાય અને એમજી સાયબરસ્ટર ઇલેક્ટ્રિક કારની સરખામણી. (Photo: Tesla/ MG Motors)

MG Cyberster vs Tesla Model Y Comparison : ભારતમાં ઇલેક્ટ્રીક કાર ધીમે ધીમે લોકપ્રિય થઇ રહી છે. તાજતેરમાં એલોન મસ્કની ટેસ્લા કંપનીની ટેસ્લા મોડલ વાય અને એમજી સાયબરસ્ટર ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવી છે. બંને ઇ કાર પ્રીમિયમ સેગમેન્ટની છે પરંતુ બંનેના ટાર્ગેટ કન્ઝ્યુમર અલગ અલગ છે. એમજી સાયબરસ્ટર ભારતની પ્રથમ ઓલ ઇલેક્ટ્રિક કન્વર્ટિબલ રોડસ્ટર છે, જે દમદાર પર્ફોર્મન્સ અને સ્ટાઇલ પસંદ કરનાર લોકો માટે ઉત્તમ વિકલ્પ છે. તો ટેસ્લા મોડલ વાય એક ફેમિલી ફ્રેન્ડલી પ્રીમિયમ એસયુવી છે, જે વધારે સ્પસ, ટેકનોલોજી અને આરામદાયક સુવિધા ઇચ્છતા ગ્રાહકોને ધ્યાનમાં રાખી બનાવવામાં આવી છે. ટેલ્સા મોડલ વાય અને એમજી સાયબરસ્ટર બંને માંથી કઇ ઇલેક્ટ્રિક કાર ઉત્તમ છે ચાલો જાણીયે

MG Cyberster Price : એમજી સાયબરસ્ટર કિંમત

એમજ સાયબરસ્ટર 72.49 લાખથી 74.99 લાખ રૂપિયાની એક્સ શોરૂમ કિંમતે લોન્ચ કરવામાં આવી છે. તે ભારતની પ્રથમ ઓઇલ ઇલેક્ટ્રિક કન્વર્ટિબલ રોડસ્ટર છે. તેની ડિઝાઇન ઘણી સ્પોર્ટી અને દમદાર છે. તેને એમજી કંપનીના પ્રીમિયમ શોરૂમથી વેચવામાં આવશે.

સિંગલ ચાર્જ પર 580 કિમી રેન્જ

પર્ફોર્મન્સની વાત કરીયે તો એમજી સાયબરસ્ટરમાં ડ્યુઅલ મોટર સેટએપ આવે છે, જે 503bhp પાવર અને 725Nm ટોર્ક જનરેટ કરે છે. સાયબરસ્ટર એમજી કંપનીની પ્રખ્યાત ઇલેક્ટ્રિક કાર છે. તમને જણાવી દઇયે કે,, આ કાર 77kWh બેટરી સાથે સિંગલ ચાર્જ પર 580 કિમી સુધીની રેન્જ આપે છે. એમજી સાયબરસ્ટર કાર 3.2 સેકન્ડમાં 0-100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે.

તેનું ઇન્ટિરિયર ઘણું પ્રીમિયમ છે, જેમા કોકપિટ સ્ટાઇલ લેઆઉટ, વેગન લેધર, મલ્ટીપલ ડિસ્પ્લે, 10.25 ઇંચની ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમ અને Boseની શાનદાર ઓડિયો સિસ્ટમ આવે છે. તો સુરક્ષા માટે આ કારમાં Level-2 ADAS, Brembo બ્રેક્સ અને રોલઆવર પ્રોટેક્શન જેવા ફીચર્સ આવે છે.

Tesla Model Y Price : ટેસ્લા મોડલ વાય કિંમત

ટેસ્લા મોડલ વાય ભારતમાં વધારે ફેમીલી ફ્રેન્ડલી અભિગમ સાથે લોન્ચ કરવામાં આવે છે. ટેસ્લા મોડલ વાયની કિંમત 59.89 લાખ રૂપિયા એક્સ શો રૂમથી શરૂ થાય છે અને ટોપ મોડલ કિંમત 67.89 લાખ રૂપિયા સુધી પહોંચે છે. આ એસયુવી ખાસ કરીને એવા લોકો માટે છે જેઓ કારમાં વધારે સ્પેસ, આરામદાયક અને ટેકનોલોજી ઇચ્છે છે.

ટેસ્લા મોડલ વાય 2 બેટરી પેકમાં ઉપલબ્ધ

ટેસ્લા મોડલ વાયમાં 60 kWh અને 75 kWh બેટરી પેકના વિકલ્પ મળે છે, જે 500 થી 622 કિમી સુધીની રેન્જ આપે છે. આ E Car 0-100 કિમી પ્રતિ કલાકન સ્પીડ 5.9 સેકન્ડમાં પકડી લે છે. તમને જણાવી દઇયે કે, ટેસ્લા મોડલ વાય કાર માત્ર 15 મિનિટના ચાર્જિંગમાં 238 – 267 કિમી સુધી દોડી શકે છે.

ઇન્ટિરિયરની વાત કરીયે તો ટેસ્લા મોડલ વાય કારમાં 1.54 ઇંચની મોટી ટચસ્ક્રીન, રિયર પેસેન્જર માટે 8 ઇંચની ડિસ્પ્લે અને ટેસ્લાનું ફેમસ Autopilot ફીચર મળે છે. સોફ્ટવેર અને ઓવર ધ એયર એપડેટ્સ પર તેનું ફોકસ સ્પષ્ટપણે દેખાય છે. વોરંટી ગ્લોબલ સ્ટાન્ડર્ડ મુજબ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ