Galaxy Tab S10 Lite Launch Price in India : સેમસંગે સત્તાવાર રીતે પોતાનું નવું ગેલેક્સી ટેબ્લટ લોન્ચ કર્યું છે. સેમસંગ ગેલેક્સી ટેબ એસ 10 લાઇટ કંપનીનું નવું ટેબ્લેટ છે અને તેને 8000mAhની બેટરી, 8 મેગાપિક્સલનો રિયર કેમેરા અને 10.9 ઇંચની મોટી ડિસ્પ્લે સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. સેમસંગના નવા ટેબ્લેટમાં બોક્સમાં S Pen પણ મળે છે. આવો અમે તમને નવા સેમસંગ ગેલેક્સી ટેબ S10 Liteની કિંમત અને ફીચર્સ વિશે વિસ્તારથી જણાવીએ.
સેમસંગ ગેલેક્સી ટેબ S10 લાઇટ ઉપલબ્ધતા
સેમસંગ ગેલેક્સી ટેબ S10 લાઇટની કિંમત હજુ સુધી કંપની દ્વારા જાહેર કરવામાં આવી નથી. આ ટેબ્લેટ 5 સપ્ટેમ્બરથી કોરલરેડ, ગ્રે અને સિલ્વર કલર ઓપ્શનમાં ઉપલબ્ધ થશે. આ ડિવાઇસને 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ અને 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વિકલ્પોમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. હાલ ભારતમાં આ ટેબ્લેટને લોન્ચ કરવા અંગે કોઇ માહિતી નથી.
સેમસંગ ગેલેક્સી ટેબ એસ 10 લાઇટ સ્પેસિફિકેશન્સ
સેમસંગ ગેલેક્સી ટેબ એસ 10 લાઇટ ટેબ્લેટ એન્ડ્રોઇડ 15 સાથે આવે છે. ડિવાઇસમાં 10.9 ઇંચ WUXGA+ (1,320×2,112 પિક્સલ) ટીએફટી ડિસ્પ્લે છે જે 600 નીટ્સ સુધી પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. આ ડિસ્પ્લે સેમસંગની Vision Booste ટેક્નોલોજીને સપોર્ટ કરે છે. આ ટેબ્લેટ Exynos 1380 ચિપસેટ સાથે આવે છે. આ હેન્ડસેટમાં 8 જીબી સુધીની રેમ અને વધુમાં વધુ 256 જીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. સ્ટોરેજ માઇક્રોએસડી કાર્ડ દ્વારા 2 ટીબી સુધી વધારી શકાય છે.
આ પણ વાંચો – ભારતમાં 2025 ઇન્ડિયન સ્કાઉટ સિરીઝ લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ
કેમેરાની વાત કરીએ તો સેમસંગ ગેલેક્સી ટેબ S10 Liteમાં 8 મેગાપિક્સલનો સિંગલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટી ઓપ્શનમાં 5જી, બ્લૂટૂથ 5.3 અને વાઇ-ફાઇ 6 સામેલ છે.
સેમસંગ ગેલેક્સી ટેબ એસ 10 લાઇટ બોક્સમાં એસ પેન સાથે આવે છે. સેમસંગ નોટ્સ અને સર્કલ ટુ સર્ચ ફીચર્સ પણ છે. સેમસંગના આ ટેબ્લેટમાં ઇંટેલિજેન્ટ ફંક્શન જેવા હેન્ડરિટન નોટ્સને ઓર્ગેનાઇઝ કરવા માટે Handwriting help અને મેથ્સના સવાલોના જવાબ આપવા માટે Solve Math ફિચર્સ છે. ટેબ્લેટ બુક કવર કીબોર્ડને પણ સપોર્ટ કરે છે જેમાં ગેલેક્સી એઆઈ બટન પણ છે.
Galaxy Tab S10 Liteમાં 8,000mAhની મોટી બેટરી આપવામાં આવી છે. આ ડિવાઇસનું ડાઇમેંશન 165.8×254.3×6.6 mm અને તેનું વજન 524 ગ્રામ છે.
ગેલેક્સી ટેબ એસ10 લાઇટમાં ઘણા સારા થર્ડ પાર્ટી ક્રિએટિવ અને પ્રોડક્ટિવિટી એપ જેવા Goodnotes, Clip Studio Paint, LumaFusion, Notion, Noteshelf, ArcSite, Sketchbook અને Picsart પણ છે.