JioPC : ભારતને મળ્યું પ્રથમ AI રેડી ક્લાઉડ કોમ્પુટર, જિયોપીસી લોન્ચ, જાણો કેવી રીતે કરે છે કામ

JioPC: રિલાયન્સ જિયોએ ભારતના ડિજિટલ ભવિષ્યની દિશામાં મોટું પગલું ભરતા JioPC લોન્ચ કર્યું છે. આ ક્લાઉડ આધારિત વર્ચ્યુઅલ ડેસ્કટોપ પ્લેટફોર્મ છે, જે તમારા ઘર કે ઓફિસમાં ટીવી સ્ક્રીનને પળવારમાં હાઇ-એન્ડ પર્સનલ કમ્પ્યુટરમાં ફેરવી શકે છે

Written by Ashish Goyal
July 29, 2025 16:32 IST
JioPC : ભારતને મળ્યું પ્રથમ AI રેડી ક્લાઉડ કોમ્પુટર, જિયોપીસી લોન્ચ, જાણો કેવી રીતે કરે છે કામ
JioPC: રિલાયન્સ જિયોએ ભારતના ડિજિટલ ભવિષ્યની દિશામાં મોટું પગલું ભરતા JioPC લોન્ચ કર્યું

JioPC : રિલાયન્સ જિયોએ ભારતના ડિજિટલ ભવિષ્યની દિશામાં મોટું પગલું ભરતા JioPC લોન્ચ કર્યું છે. જિયોનો દાવો છે કે આ દેશનું પહેલું AI- રેડી ક્લાઉડ કમ્પ્યુટર છે. આ ક્લાઉડ આધારિત વર્ચ્યુઅલ ડેસ્કટોપ પ્લેટફોર્મ છે, જે તમારા ઘર કે ઓફિસમાં ટીવી સ્ક્રીનને પળવારમાં હાઇ-એન્ડ પર્સનલ કમ્પ્યુટરમાં ફેરવી શકે છે. જિયોફાઈબર અથવા જિયો એરફાઈબરનું કનેક્શન ધરાવતા ગ્રાહકોને જિયો-પીસીનો ઉપયોગ કરવા માટે મંથલી પ્લાન લેવો પડશે. નવા યૂઝર્સ એક મહિના સુધી આ સર્વિસનો ફ્રીમાં ઉપયોગ કરી શકશે.

JioPC કેમ છે ખાસ?

હાર્ડવેરની જરૂર નથી: માત્ર એક સ્ક્રીન, જિયો સેટ-ટોપ બોક્સ, કીબોર્ડ અને માઉસથી બની જશે સ્માર્ટ કમ્પ્યુટર.

ઝડપી અને સલામત : ઇન્સ્ટન્ટ બૂટ-અપ, લેગ-ફ્રી અનુભવ અને નેટવર્ક સ્તરની સુરક્ષા સાથે સંપૂર્ણપણે વાઇરસ-મુક્ત.

હંમેશા અપડેટ થાય છે: ક્લાઉડ આધારિત સિસ્ટમ હોવાને કારણે, દરેક વખતે નવીનતમ સોફ્ટવેર અને ફિચર્સ ઉપલબ્ધ થશે.

AI ટૂલ્સ અને Adobe Express : અભ્યાસ, ડિઝાઇન, ઓફિસ વર્ક અથવા ક્રિએટિવ પ્રોજેક્ટ્સ – બધું સરળતાથી થશે.

તે વિદ્યાર્થીઓ, વર્ક-ફ્રોમ-હોમ પ્રોફેશનલ્સ, નાના વેપારીઓ, ક્રિએટિવ આર્ટિસ્ટ અને સામાન્ય ઘરો માટે સસ્તું અને આધુનિક સોલ્યુશન છે. તેમાં માઇક્રોસોફ્ટ ઓફિસ (બ્રાઉઝર વર્ઝન), 512જીબી ક્લાઉડ સ્ટોરેજ અને Jio Workspace જેવી સેવાઓ આપવામાં આવી છે.

સેટઅપ કરવું ખૂબ જ સરળ

  • જિયો સેટ-ટોપ બોક્સ ચાલુ કરો અને એપ્સ સેક્શનમાં જાઓ
  • JioPC એપ ચાલું કરો અને ‘Get Started’ પર ક્લિક કરો
  • કીબોર્ડ અને માઉસ લગાવો
  • તમારો મોબાઇલ નંબર અથવા રજિસ્ટ્રેશન ડિટેલ દાખલ કરો
  • લોગિંગ કરો અને તરત જ કમ્પ્યુટિંગ શરૂ કરો

ક્લાઉડ કમ્પ્યુટિંગમાં આ દેશનું પહેલું ‘પે-એઝ-યુ-ગો મોડેલ’ છે, એટલે કે તમે જેટલો ઉપયોગ કરો છો તેટલું પેમેન્ટ ચૂકવો. કંપનીએ આ સર્વિસ માટે કોઇ લોક-ઇન પિરિયડ રાખ્યો નથી. ગ્રાહકને મેઇન્ટેનન્સનો ખર્ચ પણ ભોગવવો પડતો નથી. કોઈપણ ખર્ચાળ હાર્ડવેર અથવા સોફ્ટવેર અપગ્રેડની પણ જરૂર રહેશે નહીં. ફક્ત પ્લગ ઇન કરો, સાઇન અપ કરો અને કમ્પ્યુટિંગ શરૂ કરો.

આ પણ વાંચો –  કાઇનેટિકની નવા ઇ સ્કૂટર સાથે માર્કેટમાં એન્ટ્રી, 115 કિમી મળશે રેન્જ, જાણો કિંમત અને ફિચર્સ

જિયો-પીસી પ્લાન 400 રૂપિયા પ્રતિ મહિનાથી શરૂ થાય છે

કંપનીનો દાવો છે કે ક્લાઉડ આધારિત જિયો-પીસી એકદમ પાવરફુલ છે. તેની પ્રોસેસિંગ ક્ષમતા પણ ઉત્તમ છે અને તે રોજિંદા કાર્યોની સાથે ગેમિંગ અને ગ્રાફિક રેન્ડરિંગ જેવા ઉચ્ચ-અંતિમ કાર્યોને સરળતાથી સંભાળી શકે છે. જિયો-પીસી જેવી ક્ષમતા ધરાવતું કમ્પ્યુટર 50,000 રૂપિયાથી વધુ કિંમતમાં બજારમાં ઉપલબ્ધ છે. તો બીજી તરફ જિયો-પીસી પ્લાન 400 રૂપિયા પ્રતિ મહિનાથી શરૂ થાય છે. એટલે કે દર મહિને 400 રૂપિયા આપીને ગ્રાહક 50 હજાર સુધીની એક લમ્પ સમ રકમ બચાવી શકે છે. સબ્સ્ક્રિપ્શન સાથે યુઝર્સને તમામ મુખ્ય એઆઈ ટૂલ્સ, એપ્લિકેશન અને 512 જીબી ક્લાઉડ સ્ટોરેજ પણ મળશે.

દુનિયાભરના યુઝર્સમાં લોકપ્રિય ‘એડોબ એક્સપ્રેસ’ જિયો-પીસી ગ્રાહકોનો ફ્રીમાં ઉપયોગ કરી શકશે. એડોબ એક્સપ્રેસ’ એ ખરેખર એક ડિઝાઇન અને એડિટિંગ ટૂલ છે. આ માટે જિયો-પીસીએ એડોબ કંપની સાથે હાથ મિલાવ્યા છે.

જિયો-પીસીનો કેવી રીતે ઉપયોગ કરવો

જિયો-પીસીનો ઉપયોગ કરવો પણ એકદમ સરળ છે. મોટા ભાગના ઘરોમાં જિયોફાઇબર અને જિયો એરફાઇબરનું સેટ-ટોપ બોક્સ ટીવી સાથે જોડાયેલું હોય છે. તમારે ફક્ત કીબોર્ડ અને કમ્પ્યુટરમાઉસના વાયરને સીધા જિયો સેટ-ટોપ બોક્સ સાથે કનેક્ટ કરવાનું છે. જિયો-પીસી એપને મેઇન સ્ક્રીન પર લોન્ચ કરો, લોગ ઇન કરો અને જિયો-પીસી તૈયાર છે.

જિયો-પીસી સસ્તુ હોવાની સાથે સુરક્ષિત કોમ્પ્યૂટિંગ પણ આપે છે. જિયો-પીસી નેટવર્ક લેવલ સિક્યોરિટી આપે છે, તે વાયરસ, માલવેર અને હેકિંગ-પ્રૂફ છે. ગ્રાહકના પર્સનલ ડેટા જેવા કે શોપિંગ, બેન્કિંગ, ઓનલાઇન ક્લાસીસ, વર્ક ફ્રોમ હોમ, ફોટો, વીડિયો સુરક્ષિત રીતે ક્લાઉડમાં સ્ટોર કરવામાં આવે છે. જેને એક ક્લિકથી એક્સેસ કરી શકાય છે. યૂઝર જિયો-પીસીના ક્લાઉડ સ્ટોરેજને પોતાની જરૂરિયાત અને પ્લાન પ્રમાણે વધારી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ