Share Market Today News Highlight: શેરબજારમાં બુધવારે રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ બાદ સેન્સેક્સ નિફ્ટી સતત બીજા દિવસે ઘટાડે બંધ થયા છે. સેન્સેક્સ 166 પોઇન્ટ ઘટી 80543 અને નિફ્ટી 75 પોઇન્ટ ઘઠી 24574 બંધ થયો છે. આજે સેન્સેક્સની ટ્રેડિંગ રેન્જ 80448 થી 80834 હતી. આરબીઆઈ ધિરાણનીતિમાં મુખ્ય વ્યાજદર યથાવત રહેતા માર્કેટ સેન્ટિમેન્ટ નબળુ પડ્યું છે.
આજે સેન્સેક્સ નિફ્ટી ફ્લેટ ખુલ્યા બાદ એકંદરે પોઝિટિવ ટ્રેડ કરી રહ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 80710 સામે આજે 80694 ખુલ્યા હતા. સેન્સેક્સ 100 પોઇન્ટ આસપાસ વધી 80775 આશપાસ ટ્રેડ કરી રહ્યો છે. તો એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24,649 સામે આજે 24,641 ખુલ્યો હતો. બેંક શેરમાં સુધારાથી બેંક નિફ્ટી ઇન્ડેક્સ પોઝિટિવ ટ્રેડક રી રહ્યો છે. આજે આરબીઆઈની ધિરાણનીતિ જાહેર થવાની છે. ઉપરાંત એનએસડીએલ કંપનીઓનું શેર લિસ્ટિંગ પણ થવાનું છે.
આજે RBI ધિરાણનીતિ જાહેર કરશે
આજે આરબીઆઈની ધિરાણનીતિ જાહેર થશે. રિઝર્વ બેંકની ત્રણ દિવસીય મોનેટરી પોલિસી કમિટીની બેઠક 4 ઓગસ્ટે શરૂ થઇ હતી. આ બેઠકના સમીક્ષા પરિણામની આજે સવારે 10 વાગે આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા ઘોષણા કરશે. માર્કેટ એક્સપર્ટ્સની વ્યાપક અપેક્ષા મુજબ આરબીઆઈ સાવધાનીપૂર્વક આ વખતે પણ વ્યાજદર ઘટાડી શકે છે. નોંધનિય છે કે, આ અગાઉ 3 તબક્કામાં રિઝર્વ બેંક કુલ 1.5 ટકા રેપોરેટ ઘટાડ્યો છે.
એશિયન માર્કેટ સુસ્ત
આજે એશિયન માર્કેટમાં નરમાઇનો ટ્રેન્ડ છે. ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ 31 પોઇન્ટ નરમ છે. તો સ્ટ્રેઇટ્સ ટાઇમ્સ, તાઇવાન, કોસ્પી ઇન્ડેક્સ પણ ડાઉન છે. જાપાનીઝ શેરબજારનો બેન્ચમાર્ક નિક્કેઇન 225 ઇન્ડેક્સ 225 પોઇન્ટના સુધારા સાથે ટ્રેડિંગ કરી રહ્યો છે.