Share Market Today News Highlight : ભારતીય શેરબજાર સોમવારે ઈઝરાયલ ઈરાન યુદ્ધના પેનિકથી અફરાતફરી વચ્ચે મોટા ઘટાડે બંધ થયા છે. ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 511 પોઇન્ટ ઘટી 81896 બંધ થયો હતો. ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સમાં 900 પોઇન્ટથી મોટો કડાકો બોલાયો અને 81,476 ઇન્ટ્રા-ડે બોટમ થયો હતો. તો એનએસઇ નિફ્ટી 140 પોઇન્ટ ઘટી 24971 બંધ થયો છે. આઈટી સ્ટોકમાં ભારે વેચવાલીથી બીએસઇ આઈટી ઈન્ડેક્સ સૌથી વધુ દોઢ ટકા તૂટ્યો હતો.
સવારે સેન્સેક્સમાં 900 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 250 પોઇન્ટ તૂટ્યો
શેરબજાર સપ્તાહના પ્રથમ દિવસે જ મોટો કડાકો બોલાયો છે. સેન્સેક્સમાં 800 પોઇન્ટ અને નિફ્ટી 250 પોઇન્ટથી વધુ ઘટાડો નોંધાયો છે. આઈટી સ્ટોકમાં વેચવાલીથી શેરબજાર તુટ્યું છે. ઈઝરાયલ ઈરાન યુદ્ધથી રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખરડાયું છે. એશિયન માર્કેટ્સ પણ તૂટ્યા છે. એમસીએક્સ સોનું નરમ જ્યારે ચાંદી વાયદો વધ્યો હતો. મધ્ય એશિયામાં અશાંતિથી ક્રૂડ ઓઇલના ભાવ સતત વધી રહ્યા છે.
સેન્સેક્સ નિફ્ટીમાં કડાકો
સેન્સેક્સ પાછલા બંધ 82408 સામે 700 પોઇન્ટના કડાકે સોમવારે 81704 ખુલ્યો હતો. મોટાભાગના બ્લુચીપ સ્ટોકમાં વેચવાલીથી સેન્સેક્સ 850 પોઇન્ટથી વધુ તુટી 81476 સુધી ગયો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25112 સામે 170 પોઇન્ટથી વધુ નીચા ગેપમાં સોમવારે 24939 ખુલ્યો હતો. શેરબજારમાં વેચવાલીના દબાણથી સેન્સેક્સ 250 પોઇન્ટથી વધુ તૂટી 24824 સુધી ગયો હતો.
ડોલર સામે રૂપિયો 17 પૈસા તૂટ્યો
ઈઝરાયલ ઈરાન યુદ્ધની રૂપિયા પર પ્રતિકુળ અસર જોવા મળી રહી છે. સોમવારે યુએસ ડોલર સામે રૂપિયો 17 પૈસા ઘટીને 86.76 ખુલ્યો હતો. ગત શુક્રવારે ડોલર સામે રૂપિયો 86.59 બંધ થયો હતો. ક્રૂડ ઓઇલથી પણ રૂપિયા પર દબાણ વધ્યું છે.