Share Market Today News Live Update: શેરબજારમા રિકવરીના માહોલ વચ્ચે સોમવાર સેન્સેક્સ 418 પોઇન્ટ વધી 81018 બંધ થયો છે. તો એનએસઇ નિફ્ટી 157 પોઇન્ટ વધી 24722 બંધ થયો છે. સેશન દરમિયાન સેન્સેક્સ 80500 થી 81093 રેન્જમાં રહ્યો હતો. આજે મિડકેપ અને સ્મોલકેપ શેરમાં ખરીદી જોવા મળી હતી. બેંક શેરમાં ઉંચા ભાવે પ્રોફિટ બુકિંગ થયું છે. મેટલ, રિયલ્ટી, ઓટો ઇન્ડેક્સમાં તેજી આવી છે.
સેન્સેક્સ નિફ્ટી એશિયન બજારોના મિશ્ર સંકેત વચ્ચે વધીને ખુલ્યા બાદ મજબૂત ટ્રેડિંગ કરી રહ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 80599 સામે લ166 પોઇન્ટના સુધારે આજે 80765 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24565 સામે આજે 24596 ખુલ્યો હતો. સેન્સેક્સ 250 પોઇન્ટ વધીને 80850 લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. બેંક, સ્મોલકેપ અને મિડકેપ,કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યરેબલ્સ શેરમાં નીચા મથાળેથી લેવાલી નીકળી છે.
જથી RBI ધિરાણનીતિ બેઠક શરૂ, બુધવારે સમીક્ષા જાહેર થશે
આજથી આરબીઆઈની 3 દિવસીય ધિરાણનીતિની બેઠક શરૂ થઇ ગઇ છે. રિઝર્વ બેંકની ધિરાણનીતિ બેઠકના પરિણામ 6 ઓગસ્ટે જાહેર થશે. આ વખતે પણ આરબીઆઈ વ્યાજદર ઘટાડી લોન ધારકોને મોટી રાહત આપે તેવી અપેક્ષા રાખવાામાં આવી રહી છે.
ડોલર સામે રૂપિયો 28 પૈસા મજબૂત ખુલ્યો
સોમવારે ડોલર સામે રૂપિયો 28 પૈસા વધી 87.24 ખુલ્યો છે. શુક્રવારે રૂપિયો 87.52 બંધ થયો હતો.