Share Market News: સેન્સેક્સ નિફ્ટી સાધારણ વધીને બંધ, મિડકેપ અને સ્મોલકેપ નરમ

Share Market Today News Highlight : શેરબજાર રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ વચ્ચે સેન્સેક્સ નિફ્ટી સાધારણ સુધારે બંધ થયા છે. નફાવસૂલીના દબાણથી મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ ઘટ્યા હતા. 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે શુક્રવારે શેરબજારમાં ટ્રેડિંગ બંધ રહેશે.

Written by Ajay Saroya
Updated : August 14, 2025 17:21 IST
Share Market News: સેન્સેક્સ નિફ્ટી સાધારણ વધીને બંધ, મિડકેપ અને સ્મોલકેપ નરમ
BSE Indian Stock Exchange : બીએસઇ ભારતનું સૌથી જુનું સ્ટોક એક્સચેન્જ (Express Archives)

Share Market Today News Highlight : શેરબજાર રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ વચ્ચે સેન્સેક્સ નિફ્ટી સાધારણ સુધારે બંધ થયા છે. ગુરુવારે સેન્સેક્સ 58 પોઇન્ટ વધી 80597 અને નિફ્ટી 12 પોઇન્ટ વધી 25631 બંધ થયો છે. આઈટી અને બેંક શેર એકંદરે મજબૂત હતા પણ સ્મોલકેપ અને મિડકેપ ઇન્ડેક્સ ઘટ્યા હતા. ગુરુવારે બીએસઇની માર્કેટકેપ ઘટીને 444.78 લાખ કરોડ રૂપિયા થઇ હતી. શુક્રવારે 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ નિમિતે શેરબજાર બંધ રહેશે. શુક્રવારે સેન્સેક્સ નિફ્ટીમાં ટ્રેડિંગ થશે નહીં.

ભારતીય શેરબજારમાં ગુરુવારે સેન્સેક્સ વધીને જ્યારે નિફ્ટી ઘટાડે ખુલ્યો હતો. સેન્સેક્સ 86 પોઇન્ટની મજબૂતીમાં 80625 ખુલ્યો હતો. તો એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24619 સામે ફ્લેટ આજે 24607 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં ઇન્ફોસિસ અને ટીસીએસ જેવા બ્લુચીપ આઈટી શેર મજબૂત દેખાયા હતા.

એશિયન શેરબજારોમાં મંદી

ગુરુવારે એશિયન શેરબજારોમાં મંદીનો માહોલ હતો જ્યારે ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ ફ્લેટ ટ્રેડ કરી રહ્યો હતો. જાપાનીઝ નિક્કેઇ 650 પોઇન્ટ તૂટી રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યો હતો. તો તાઇવાન, કોરિયા, હોંગકોંગ, જકાર્તા સહિત મુખ્ય એશિયન બજારો ડાઉન હતા.

NSDL શેર સતત બીજા દિવસે તૂટ્યો

એનએસડીએલ શેર સતત બીજા દિવસે તૂટ્યો છે. ગુરુવારે NSDL શેર ફ્લેટ 1206 ખુલ્યા બાદ શરૂઆતમાં જ 3 ટકા સુધી ઘટી 1166 રૂપિપા બોલાયો હતો. બુધવારે એનએસડીએલ શેર 6 ટકા તૂટી 1203 રૂપિયા બંધ થયો હતો. નોંધનિય છે કે, એનસીડીએલનો શેર 880 રૂપિયાની આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ સામે 10 ટકાના પ્રીમિયમ 880 રૂપિયા ભાવે લિસ્ટેડ થયો હતો. ત્યાર બાદ સતત વધીને 11 ઓગસ્ટે શેર 1425 રૂપિયાન ટોચે પહોંચ્યો હતો.

Live Updates

સ્વતંત્રતા દિવસ નિમિત્તે શુક્રવારે શેરબજાર બંધ રહેશે

શુક્રવારે 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ નિમિતે શેરબજાર બંધ રહેશે. શુક્રવારે સેન્સેક્સ નિફ્ટીમાં ટ્રેડિંગ થશે નહીં.

સેન્સેક્સ ટોપ 5 ગેઇનર અને લૂઝર

સેન્સેક્સના 30 માંથી 14 બ્લુચીપ શેર વધ્યા હતા. જેમા ઇટરનલ 2 ટકા, ઇન્ફોસિસ 1.5 ટકા, એશિયન પેઇન્ટ્સ 1.2 ટકા, ટાયટન અને એચડીએફસી બેંક શેર અડધા ટકા આસપાસ વધ્યા હતા. તો ટોપ 5 લૂઝર સ્ટોકમાં ટાટા સ્ટીલ 3 ટકા, ટેક મહિન્દ્રા 1.5 ટકા, અદાણી પોર્ટ્સ 1.3 ટકા, બીઇએલ અને અલ્ટ્રાટેક સિમેન્ટ 1 ટકા આસપાસ ઘટ્યા હતા. બીએસઇની માર્કેટકેપ 444.78 લાખ કરોડ રૂપિયા થઇ હતી.

સેન્સેક્સ નિફ્ટી સાધારણ વધીને બંધ, મિડકેપ અને સ્મોલકેપ નરમ

શેરબજાર રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ વચ્ચે સેન્સેક્સ નિફ્ટી સાધારણ સુધારે બંધ થયા છે. ગુરુવારે સેન્સેક્સ 58 પોઇન્ટ વધી 80597 અને નિફ્ટી 12 પોઇન્ટ વધી 25631 બંધ થયો છે. આઈટી અને બેંક શેર એકંદરે મજબૂત હતા પણ સ્મોલકેપ અને મિડકેપ ઇન્ડેક્સ ઘટ્યા હતા.

NSDL શેર સતત બીજા દિવસે તૂટ્યો

એનએસડીએલ શેર સતત બીજા દિવસે તૂટ્યો છે. ગુરુવારે NSDL શેર ફ્લેટ 1206 ખુલ્યા બાદ શરૂઆતમાં જ 3 ટકા સુધી ઘટી 1166 રૂપિપા બોલાયો હતો. બુધવારે એનએસડીએલ શેર 6 ટકા તૂટી 1203 રૂપિયા બંધ થયો હતો. નોંધનિય છે કે, એનસીડીએલનો શેર 880 રૂપિયાની આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ સામે 10 ટકાના પ્રીમિયમ 880 રૂપિયા ભાવે લિસ્ટેડ થયો હતો. ત્યાર બાદ સતત વધીને 11 ઓગસ્ટે શેર 1425 રૂપિયાન ટોચે પહોંચ્યો હતો.

એશિયન શેરબજારોમાં મંદી

ગુરુવારે એશિયન શેરબજારોમાં મંદીનો માહોલ હતો જ્યારે ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ ફ્લેટ ટ્રેડ કરી રહ્યો હતો. જાપાનીઝ નિક્કેઇ 650 પોઇન્ટ તૂટી રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યો હતો. તો તાઇવાન, કોરિયા, હોંગકોંગ, જકાર્તા સહિત મુખ્ય એશિયન બજારો ડાઉન હતા.

સેન્સેક્સ 100 પોઇન્ટ મજબૂત, IT શેર વધ્યા

ભારતીય શેરબજારમાં ગુરુવારે સેન્સેક્સ વધીને જ્યારે નિફ્ટી ઘટાડે ખુલ્યો હતો. સેન્સેક્સ 86 પોઇન્ટની મજબૂતીમાં 80625 ખુલ્યો હતો. તો એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24619 સામે ફ્લેટ આજે 24607 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં ઇન્ફોસિસ અને ટીસીએસ જેવા બ્લુચીપ આઈટી શેર મજબૂત દેખાયા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ