સેમસંગે ગેલેક્સી ઝેડ ફોલ્ડ 7, ફ્લિપ 7 અને ફ્લિપ 7 FE ફોન લોન્ચ કર્યા, જાણો કિંમત અને ફિચર્સ

Samsung Galaxy Z Flip 7 Galaxy Z Fold 7 : સેમસંગે ભારતીય બજારમાં પોતાના નવા ફોલ્ડ અને ફ્લિપ ફોન લોન્ચ કર્યા છે. આ વખતે કંપનીએ ત્રણ સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. જેમાં સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 7 (Samsung Galaxy Z Fold 7), ગેલેક્સી ઝેડ ફ્લિપ 7 (Galaxy Z Flip 7)અને ગેલેક્સી ઝેડ ફ્લિપ 7 FE ( Galaxy Z Flip 7 FE)નો સમાવેશ થાય છે

Written by Ashish Goyal
Updated : July 09, 2025 21:31 IST
સેમસંગે ગેલેક્સી ઝેડ ફોલ્ડ 7, ફ્લિપ 7 અને ફ્લિપ 7 FE ફોન લોન્ચ કર્યા, જાણો કિંમત અને ફિચર્સ
Samsung Galaxy : સેમસંગે ભારતીય બજારમાં પોતાના નવા ફોલ્ડ અને ફ્લિપ ફોન લોન્ચ કર્યા છે

Samsung Galaxy Unpacked Event 2025 : સેમસંગે ભારતીય બજારમાં પોતાના નવા ફોલ્ડ અને ફ્લિપ ફોન લોન્ચ કર્યા છે. આ વખતે કંપનીએ ત્રણ સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. જેમાં સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 7 (Samsung Galaxy Z Fold 7), ગેલેક્સી ઝેડ ફ્લિપ 7 (Galaxy Z Flip 7)અને ગેલેક્સી ઝેડ ફ્લિપ 7 FE ( Galaxy Z Flip 7 FE)નો સમાવેશ થાય છે.

કંપની દર વર્ષે બે ફ્લેગશિપ લોન્ચ ઇવેન્ટનું આયોજન કરે છે. એક વર્ષની શરૂઆતમાં અને બીજી જુલાઈમાં. વર્ષની શરૂઆતમાં કંપની ગેલેક્સી એસ-સિરીઝના ફોન લોન્ચ કરે છે જ્યારે જુલાઈ ઇવેન્ટમાં કંપની ફોલ્ડ અને ફ્લિપ લોન્ચ કરે છે. ચાલો આ સ્માર્ટફોનની કિંમત અને ફિચર્સ વિશે જાણીએ.

સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 7 ફિચર્સ

ગેલેક્સી ઝેડ ફોલ્ડ 7 માં 8 ઇંચ Dynamic AMOLED ડિસ્પ્લે છે, જે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. આ ઉપરાંત 6.5 ઇંચ ડાયનેમિક AMOLED ડિસ્પ્લે (કવર સ્ક્રીન) પર મળે છે. આ સ્ક્રીન 120Hz રિફ્રેશ રેટને પણ સપોર્ટ કરે છે. સ્માર્ટફોનનું વજન 215 ગ્રામ છે.

ફોનમાં 200MP + 12MP + 10MP નો ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ મળે છે. જ્યારે ફ્રન્ટ અને કવર સ્ક્રીન પર 10MP કેમેરા ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોન Qualcomm Snapdragon 8 Elite પ્રોસેસર પર કામ કરે છે. Galaxy Z Fold 7 માં 4400mAh ની બેટરી છે. ફોનમાં 25W વાયર્ડ અને વાયરલેસ ચાર્જિંગ મળશે.

Samsung Galaxy Z Flip 7 માં શું ખાસ છે

Galaxy Z Flip 7 માં 6.9-ઇંચ ડાયનેમિક AMOLED ડિસ્પ્લે મળશે, જે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરશે. આ ઉપરાંત, કવર સ્ક્રીન પર 4.1-ઇંચ AMOLED પેનલ છે. સ્માર્ટફોન 10MP ફ્રન્ટ કેમેરા અને 12MP + 50MP ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ સાથે આવે છે.

આ પણ વાંચો – iPhone 16 ને 10,000 રુપિયાની છૂટ પર ખરીદવાની તક, જાણો ક્યાં મળી રહે છે આ ડીલ

ફોન Exynos 2500 પ્રોસેસર પર કામ કરે છે. હેન્ડસેટમાં 4300mAh બેટરી છે. તે 25W વાયર્ડ ચાર્જિંગ અને વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તે 12GB RAM અને 256GB અને 512GB સ્ટોરેજ સાથે આવે છે. બંને હેન્ડસેટ એન્ડ્રોઇડ 16 પર આધારિત One UI 8 પર કામ કરે છે.

ગેલેક્સી Z ફ્લિપ 7 FE રજુ કર્યો

કંપનીએ આ વખતે એક સસ્તો ફ્લિપ ફોન પણ રજૂ કર્યો છે. સેમસંગ ગેલેક્સી Z ફ્લિપ 7 FE વિશે વાત કરીએ તો તેમાં 6.7-ઇંચ ડાયનેમિક AMOLED ડિસ્પ્લે છે. જ્યારે કવર સ્ક્રીન 3.4-ઇંચ સુપર AMOLED ડિસ્પ્લે સાથે આવે છે. આ ફોન Exynos 2400 પ્રોસેસર સાથે આવે છે.

આમાં તમને Galaxy AI ની સુવિધા મળશે. ફોન 50MP + 12MP ડ્યુઅલ રીઅર કેમેરા અને 10MP ફ્રન્ટ કેમેરા સાથે આવે છે. તેમાં 4000mAh બેટરી અને 25W ચાર્જિંગ મળશે.

કિંમત અને ઉપલબ્ધતા

Galaxy Z Fold 7 ની કિંમત રુપિયા 1,74,999, Galaxy Z Flip 7 ની કિંમત રુપિયા 1,09,999 અને Galaxy Z Flip 7 FE ની કિંમત 89,999 રુપિયા રહેશે. તમે આજથી Galaxy Z Fold 7, Flip 7 અને Flip 7 FE પ્રી-ઓર્ડર કરી શકો છો. આ ફોન 25 જુલાઈથી ઉપલબ્ધ થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ