Samsung Galaxy S25 Ultra Price Cut : સેમસંગના ફ્લેગશિપ સ્માર્ટફોનની કિંમતમાં ભારતમાં મર્યાદિત સમયગાળા માટે ઘટાડો કરવામાં આવ્યો છે. સેમસંગ ગેલેક્સી એસ 25 સીરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન જાન્યુઆરીમાં ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો, જેમાં કસ્ટમ સ્નેપડ્રેગન 8 એલિટ ચિપસેટ, 200MP પ્રાઇમરી કેમેરા સાથે ક્વાડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો હતો.
સેમસંગનો આ ફોન ગેલેક્સી એઆઇ ફીચર્સ સાથે આવે છે. હવે આ ફોનને ડાયરેક્ટ ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. સેમસંગના આ ફોનને તમે કંપનીની વેબસાઇટ પરથી વધારાની એક્સચેન્જ ઓફર્સ અને નો-કોસ્ટ ઇએમઆઇ ઓપ્શન પર મેળવી શકો છો.
સેમસંગ ગેલેક્સી S25 અલ્ટ્રા ઓફર્સ
સેમસંગ ગેલેક્સી એસ 25 અલ્ટ્રા સ્માર્ટફોનના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને દેશમાં 1,29,999 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો. જોકે હવે આ ફ્લેગશિપ સ્માર્ટફોનને સેમસંગ ઇન્ડિયા સ્ટોર પર 12,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
એટલે કે લિમિટેડ પીરિયડ ઓફર હેઠળ ગેલેક્સી એસ 25 અલ્ટ્રા સ્માર્ટફોનને 1,17,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ડિસ્કાઉન્ટ સ્માર્ટફોનના અન્ય વેરિએન્ટ્સ પર આપવામાં આવી રહ્યું છે. 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ હાલમાં 1,29,999 રૂપિયામાં વેચાઇ રહ્યું છે, જ્યારે ગેલેક્સી એસ 25 અલ્ટ્રા સામાન્ય રીતે 1,41,999 રૂપિયાની કિંમતે ઉપલબ્ધ છે.
આ પણ વાંચો – વનપ્લસ નોર્ડ સિરીઝના નવા સ્માર્ટફોન આ તારીખે થશે લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ સહિત દરેક માહિતી
ડિસ્કાઉન્ટ ઉપરાંત, ગ્રાહકો ગેલેક્સી એસ 25 અલ્ટ્રા સ્માર્ટફોનને ટ્રેડ-ઇન ઓફર હેઠળ પણ ઓછી કિંમતમાં ખરીદી શકે છે. ગેલેક્સી એસ 25 અલ્ટ્રાને જૂના ડિવાઇસની ખરીદી પર 75,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. જોકે એક્સચેન્જ વેલ્યૂ પુરી રીતે મોડલ, કંડીશન અને લોકેશન પર નિર્ભર કરે છે.
57,650 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ મેળવી શકો છો
જો તમારી પાસે વેલ-કન્ડિશન્ડ ગેલેક્સી એસ 24 અલ્ટ્રા સ્માર્ટફોન છે, તો તમે 57,650 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ મેળવી શકો છો. એટલે કે આ એક્સચેન્જ વેલ્યૂ સાથે તમે નવો ગેલેક્સી S25 અલ્ટ્રા સ્માર્ટફોન 60,349 રૂપિયામાં ખરીદી શકો છો.
સેમસંગના આ ફોનને 9,833 રૂપિયાના નો-કોસ્ટ EMI પર ખરીદી શકાય છે. ફોન પર 5,721 રૂપિયાની સ્ટાન્ડર્ડ ઈએમઆઈ ઓફર પણ છે. ગેલેક્સી એસ 25 અલ્ટ્રા સ્માર્ટફોન ખરીદવા પર તમે ગેલેક્સી વોચ અલ્ટ્રા અને ગેલેક્સી બડ્સ 3 સીરીઝ પર 18,000 રૂપિયા સુધીનો ફાયદો મેળવી શકો છે.