Samsung Galaxy S25 Edge Launch Date : સેમસંગ ગેલેક્સી S25 એજ સ્માર્ટફોન ઘણા સમયથી ચર્ચામાં છે. આખરે દક્ષિણ કોરિયન કંપનીએ નવા ગેલેક્સી એસ 25 એજ સ્માર્ટફોનના લોન્ચની પુષ્ટિ કરી છે. આગામી સેમસંગ ગેલેક્સી એસ 25 એજ સ્માર્ટફોન 13 મેના રોજ લોન્ચ કરવામાં આવશે. કંપનીનું કહેવું છે કે તે અત્યાર સુધીનો ‘સ્લિમેસ્ટ ગેલેક્સી એસ-સિરીઝ’ સ્માર્ટફોન હશે. ટેગલાઇન ‘બિયોન્ડ સ્લિમ’ સાથે આવતા આ સ્માર્ટફોન આધુનિક ફ્લેગશિપ સ્માર્ટફોનની સ્લિમ અને લાઇટ માટે એક નવું બેંચમાર્ક સેટ કરે તેવી અપેક્ષા છે.
ગેલેક્સી એસ 25 એજ સ્માર્ટફોન વિશે જાન્યુઆરી 2025માં ગેલેક્સી અનપેક્ડ ઇવેન્ટમાં પ્રથમ વખત જાણકારી આપવામાં આવી હતી. સેમસંગે આ હેન્ડસેટને મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ 2025માં પણ પ્રદર્શિત કર્યો હતો.
ગેલેક્સી એસ 25 એજ સ્માર્ટફોન વિશે ઘણી લીક અને સમાચારોમાં પણ જાણકારી સામે આવી છે. ગેલેક્સી એસ 25 એજ એ સૌથી પાતળા ફ્લેગશિપ સ્માર્ટફોનમાંથી એક હશે અને જાડાઈમાં ફક્ત 6.4 mm હશે. જણાવી દઈએ કે સ્ટાન્ડર્ડ ગેલેક્સી S25 ની જાડાઇ 7.2mm છે. આંકડાઓમાં ભલે ખૂબ જ ઓછો તફાવત લાગતો હોય પરંતુ તે સ્માર્ટફોનની જાડાઈમાં મોટો તફાવત બનાવે છે.
ગેલેક્સી એસ 25 એજ ફિચર્સ
સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો ગેલેક્સી એસ 25 એજમાં બેટરી અને કેમેરાને બાદ કરતા અન્ય ફ્લેગશિપ ફોનની જેમ જ ફીચર્સ આપવામાં આવે તેવી આશા છે. ડિવાઇસમાં સ્નેપડ્રેગન 8 એલિટ ચિપસેટ મળવાની અપેક્ષા છે. ગેલેક્સી એસ 25 સીરીઝના આ ફોનને ઓછામાં ઓછા 12 જીબી રેમ અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે ઉપલબ્ધ કરાવી શકાય છે.
આ પણ વાંચો – 600 રૂપિયાથી ઓછી કિંમતમાં વસાવો મીની કૂલર, રૂમ મિનિટોમાં ઠંડો થઈ જશે!
ગેલેક્સી એસ 25 એજ સ્માર્ટફોનમાં 200 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો અને પાછળના ભાગમાં ગેલેક્સી એસ 25 અલ્ટ્રાની જેમ 12 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ સાથે ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ હશે. સ્માર્ટફોનમાં 3900 એમએએચની મોટી બેટરી હોઈ શકે છે જે 25 કે 44 વોલ્ટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવી શકે છે. રિપોર્ટ્સ અનુસાર ફોનમાં વાયરલેસ ચાર્જિંગ ઉપલબ્ધ થવાની આશા નથી અને આનાથી કંપનીને ડિવાઇસની જાડાઇ પણ ઓછી રાખવામાં મદદ મળશે.
સાઇઝના મોટા અને હેવી ફ્લેગશિપ ફોનની દુનિયામાં ગેલેક્સી એસ 25 એજ સ્માર્ટફોન એક નવું સ્ટાન્ડર્ડ સેટ કરે તેવી આશા છે. હેન્ડસેટમાં ગેલેક્સી S25+ જેવી 6.7 ઇંચની મોટી સ્ક્રીન મળી શકે છે.
ગેલેક્સી એસ 25 એજ કિંમત
કિંમતની દ્રષ્ટિએ, ગેલેક્સી એસ 25 એજ ગેલેક્સી એસ 25+ અને ગેલેક્સી એસ 25 અલ્ટ્રા વચ્ચેના પ્રાઇસ સેગમેન્ટમાં ઉપલબ્ધ થવાની અપેક્ષા છે. આ ડિવાઇસને લગભગ 1,00,000 રૂપિયામાં ઓફર કરવામાં આવે તેવી સંભાવના છે. સેમસંગની જેમ જ એપલ પણ એક સ્લિમ ફ્લેગશિપ ફોન આઇફોન 17 એર પર કામ કરી રહ્યું હોવાના અહેવાલ છે, જે ગેલેક્સી એસ 25 એજ કરતા હળવો અને પાતળા હોઈ શકે છે.