50MP કેમેરા, AI ફિચર્સ અને 6000mAh બેટરી સાથે સેમસંગનો દમદાર ફોન થશે લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

Samsung Galaxy M36 5G : સેમસંગ પોતાના લોકપ્રિય ગેલેક્સી M શ્રેણીમાં એક નવો સ્માર્ટફોન Samsung Galaxy M36 5G લોન્ચ કરવા જઈ રહ્યું છે. કંપનીએ કન્ફર્મ કર્યું છે કે આ ફોન 27 જૂને ભારતમાં લોન્ચ થશે

Written by Ashish Goyal
June 19, 2025 19:21 IST
50MP કેમેરા, AI ફિચર્સ અને 6000mAh બેટરી સાથે સેમસંગનો દમદાર ફોન થશે લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ
સેમસંગ ગેલેક્સી M36 5G ફોન 27 જૂને ભારતમાં લોન્ચ થશે.

Samsung galaxy m36 5g launch in india : સેમસંગ પોતાના લોકપ્રિય ગેલેક્સી M શ્રેણીમાં એક નવો સ્માર્ટફોન Samsung Galaxy M36 5G લોન્ચ કરવા જઈ રહ્યું છે. હવે કંપનીએ કન્ફર્મ કર્યું છે કે આ ફોન 27 જૂને ભારતમાં લોન્ચ થશે. આ ફોન 5G કનેક્ટિવિટી અને શાનદાર સુવિધાઓ સાથે બજેટ સેગમેન્ટમાં યુઝર્સને આકર્ષવા માટે તૈયાર છે. આ ફોનની સંભવિત કિંમત અને ફિચર્સ જાણો.

સેમસંગ ગેલેક્સી M36 5G ફીચર્સ

Galaxy M36 5G માં 6.7-ઇંચ FHD+ AMOLED ડિસ્પ્લે છે, જે 120Hz રિફ્રેશ રેટ સાથે આવી શકે છે, જે વીડિયો સ્ટ્રીમિંગ અને ગેમિંગ અનુભવને ઉત્તમ બનાવે છે. ફોનમાં એક્સીનોસ 1330 પ્રોસેસર છે, જે 5nm પ્રોસેસ પર આધારિત હોઈ શકે છે. રેમ અને સ્ટોરેજ વિકલ્પોમાં 6GB/8GB LPDDR4X RAM અને 128GB/256GB UFS 2.2 સ્ટોરેજનો સમાવેશ થાય છે, જેને માઇક્રોએસડી કાર્ડ વડે વધારી શકાય છે.

સેમસંગ ગેલેક્સી M36 5G ની ડિઝાઇન સ્લીમ અને મોર્ડન છે, જેમાં ગ્લાસ બેક અને પ્લાસ્ટિક ફ્રેમ છે. આ ફોન બ્લેક, ગ્રીન અને સિલ્વર કલરમાં ઉપલબ્ધ થશે.

કેમેરાની વાત કરીએ તો ફોનમાં 50MP પ્રાઇમરી સેન્સર, OIS સપોર્ટ સાથે, 8MP અલ્ટ્રા-વાઇડ લેન્સ અને 2MP મેક્રો લેન્સ છે. ફ્રન્ટ પર 13MP સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે, જે વીડિયો કોલિંગ અને સેલ્ફી માટે યોગ્ય છે. તેમાં 6000mAh બેટરી હોવાની અપેક્ષા છે, જે 25W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરી શકે છે અને બોક્સમાં ચાર્જર શામેલ હોઈ શકે છે. આ ફોન IP54 રેટિંગ સાથે ધૂળ અને છાંટાથી સુરક્ષિત રહેશે.

આ પણ વાંચો – વરસાદમાં AC કયા ટેમ્પરેચર પર ચલાવવું જોઈએ? જાણો કયા મોડ પર મળશે સૌથી વધારે ઠંડક

સેમસંગ ગેલેક્સી M36 5G અંદાજિત કિંમત

લીક્સ પ્રમાણે ગેલેક્સી M36 5G ની શરૂઆતની કિંમત લગભગ 19,990 રૂપિયા હોઈ શકે છે જે તેને મિડ-રેન્જ સેગમેન્ટમાં મૂકશે. ફોનના 6GB RAM + 128GB સ્ટોરેજ મોડેલની કિંમત 19,990 રૂપિયા હશે. જ્યારે 8GB RAM અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 21,999 રૂપિયા સુધી જઈ શકે છે. ઓફર્સ અને ડિસ્કાઉન્ટ સાથે આ કિંમતમાં વધુ ઘટાડો થઈ શકે છે. આ ફોન એમેઝોન અને સેમસંગની સત્તાવાર વેબસાઇટ દ્વારા વેચાણ માટે ઉપલબ્ધ થશે. લોન્ચ સાથે, કંપની આ ફોનને કેટલીક ખાસ ઓફર્સ સાથે વેચશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ