PM Kisan Yojana: પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો આ તારીખે જમા થઇ શકે, જાણો e KYC કેવી રીતે કરવું?

PM Kisan 20th Installment Date 2025: પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તાની ખેડૂતો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ખેડૂતોને ટુંક સમયમાં ખુશીના સમાચાર મળી શકે છે.

Written by Ajay Saroya
July 10, 2025 15:20 IST
PM Kisan Yojana: પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો આ તારીખે જમા થઇ શકે, જાણો e KYC કેવી રીતે કરવું?
PM Kisan Yojana Installment : પીએમ કિસાન યોજના હેઠળ સરકાર ખેડૂતોને 6000 રૂપિયાની વાર્ષિક સહાય આપે છે. (Photo: @pmkisanofficial)

PM Kisan 20th Installment Date 2025 : પીએમ કિસાન સન્માન નિધિ યોજના (Pradhan Mantri Kisan Samman Nidhi Yojana) હેઠળ દેશના કરોડો ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. સરકાર દર 4 મહિને 3 હપ્તામાં 2-2 હજાર રૂપિયા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરે છે. પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તા 24 ફેબ્રુઆરી 2025ના રોજ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થયો હતો. હવે ખેડૂતો પીએમ કિસાન યોજનાનો 20મો હપતો જમા થવાની આતુરતાથી રાહ જોઇએ રહ્યા છે. આવા ખેડૂતો માટે એક સારા સમાચાર આવ્યા છે.

પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો ક્યારે જમા થશે?

ગત વર્ષે પીએમ કિસાન યોજનાનો હપ્તો પણ 18 જૂને આવ્યો હતો. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે આ વખતે પણ પીએમ કિસાન યોજનાનો હપ્તો જૂન મહિનામાં આવી શકે છે, પરંતુ જુલાઈનો 1 અઠવાડિયું પસાર થઈ ગયું છે અને 20 મો હપ્તો હજી સુધી આવ્યો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જુલાઈએ બિહારના મોતિહારીની મુલાકાત લેવાના છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પીએમ મોદી બિહારમાંથી પીએમ કિસાનનો 20મો હપ્તો જાહેર કરી શકે છે. જો કે આ અંગે હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓની યાદી કેવી રીતે ચેક કરવી?

  • પીએમ કિસાનની સત્તાવાર વેબસાઈટ pmkisan.gov.in. ખોલો
  • Farmers Corner ઓપ્શન પર જઇ Beneficiary List પર ક્લિક કરો
  • રાજ્ય, જિલ્લા, તહસીલ, બ્લોક અને ગામ વગેરે જેવી જરૂરી વિગતો દાખલ કરો
  • હવે Get Report પર ક્લિક કરો
  • આ પછી તમારી સ્ક્રીન પર લાભાર્થીઓની યાદી દેખાશે

PM કિસાન યોજનામાં e-KYC માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે?

આધાર કાર્ડ (રજિસ્ટર્ડ મોબાઈલ નંબર સાથે)બેંક એકાઉન્ટ

PM કિસાન યોજના માટે e-KYC કેવી રીતે કરવું?

  • સૌથી પહેલા પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ https://pmkisan.gov.in.
  • હવે Farmers Corner પર જઇને e-KYC વિકલ્પ પસંદ કરો.
  • આ આધાર નંબર અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરી OTP મોકલો
  • હવે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવેલો OPT દાખલ કરો અને સબમિટ કરો
  • તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સફળ e-KYCનો મેસેજ સ્ક્રીન પર આવશે

PM કિસાન યોજનામાં નવી નોંધણી માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે?

  • પીએમ કિસાન યોજના માટે અરજી કરવા માટે
  • આધાર કાર્ડ
  • બેંક ખાતાની વિગત
  • જમીનના રેકોર્ડ જેવા જરૂરી દસ્તાવેજો જરૂરી રહેશે

પીએમ કિસાન યોજના માટે અરજી કેવી રીતે કરવી?

  • સૌથી પહેલા પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઈટ pmkisan.gov.in પર જાઓ
  • સૌથી પહેલા New Farmer Registration ઓપ્શન પર ક્લિક કરો
  • હવે તેમા જરૂરી માહિતી (આધાર, મોબાઇલ ફોન નંબર) દાખલ કરો
  • આ ફોર્મમાં સંપૂર્ણ વિગત દાખલ કર્યા બાદ સબમિટ કરો
  • વેરિફિકેશન પૂર્ણ થયા બાદ તમને આ યોજનાનો લાભ મળવા લાગશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ