PM Kisan 20th Installment Date: પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો 2 ઓગસ્ટે જમા થશે, ખેડૂતો ફટાફટ કરે આ કામ

પીએમ કિસાન યોજનાના 20મા હપ્તાની તારીખ જાહેર : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તા તરીકે 9.7 કરોડ ખેડૂતોના ખાતામાં કુલ 20,500 કરોડ રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવશે.

Written by Ajay Saroya
August 01, 2025 12:16 IST
PM Kisan 20th Installment Date: પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો 2 ઓગસ્ટે જમા થશે, ખેડૂતો ફટાફટ કરે આ કામ
PM Kisan Yojana Installment : પીએમ કિસાન યોજના હેઠળ સરકાર ખેડૂતોને 6000 રૂપિયાની વાર્ષિક સહાય આપે છે. (Photo: @pmkisanofficial)

PM Kisan 20th Installment Date Confirmed: પીએમ કિસાન યોજનાના ખેડૂતો માટે ખુશખબર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 ઓગસ્ટ શનિવાર તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીથી દેશના કરોડો ખેડૂતો અને કાશીવાસીઓને એક સાથે બે મોટી ભેટ આપવાના છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તા તરીકે, 9.7 કરોડ ખેડૂતોના ખાતામાં કુલ 20,500 કરોડ રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવશે.

આ સાથે, વારાણસીમાં લગભગ 2,200 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરવામાં આવશે. તેમા માળખાગત સુવિધાઓ, આરોગ્ય, શિક્ષણ, પર્યટન, જળ સંરક્ષણ અને સાંસ્કૃતિક વારસાને લગતા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે, જે કાશીના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું હશે.

આ કાર્યક્રમને કાશીના સર્વાંગી વિકાસ, ખેડૂત કલ્યાણ અને સામાન્ય જનજીવનમાં સુધારો લાવવા માટે એક બહુ-પરિમાણીય પહેલ તરીકે જોવામાં આવી રહ્યો છે. આ પ્રવાસ સવારે 11 વાગ્યે શરૂ થશે, જ્યાં પીએમ મોદી જાહેર સભાને પણ સંબોધિત કરશે.

પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો જમા થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીએમ મોદી પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો જારી કરશે, જેમા ₹20,500 કરોડ સીધા 9.7 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. અત્યાર સુધીમાં, આ યોજના હેઠળ ₹3.90 લાખ કરોડથી વધારે રકમનું વિતરણ કરવામાં આવ્યું છે. પીએમ કિસાન યોજાનો 19મો હપતો ફેબ્રુઆરી 2025માં જમા કરવામાં આવ્યો હતો.

પીએમ કિસાન યોજનાના નિયમ મુજબ પાત્રતા ધરાવતા ખેડૂતોને 20મા હપ્તાની રકમ મળશે. પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો મેળવવા માટે ખેડૂતો ફટાફટ કામ કરી લેવું જોઇએ.

  • e KYC પુરી કરેલી હોવી જોઇએ
  • આધાર કાર્ડ લેન્ડ રેકોર્ડ સાથે લિંક હોવા
  • તમામ આવશ્યક દસ્તાવેજો યોગ્ય હોવા

કૃષિ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે, જે ખેડૂતોની માહિતી અધુરી કે ખોટી છે, તેમના પીએમ કિસાન હપ્તા રોકવામાં આવશે. અલબત્ત, જેવી માહિતી અપડેટ થશે, તેમને અગાઉની બાકી રકમ સહિત આગામી હપ્તાની રકમ પણ મળી જશે.

PM કિસાન યોજના માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું?

પીએમ કિસાન યોજના માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકાય છે.

  • મોબાઇલ કે કોપ્યુટરમાં https://pmkisan.gov.in વેબસાઇટ ખોલો
  • New Farmer Registration પર ક્લિક કરો
  • આધાર નંબર દાખલ કરી કેપ્ચામાં વિગત ભરો
  • આવશ્યક જાણકારી દાખલ કરો અને Yes પર ક્લિક કરો
  • ફોર્મ સબમિટ કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢી સાચવી રાખો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ