Pan Aadhaar Linking Deadline: પાન કાર્ડ આધાર કાર્ડ લિંક કરવા અંગે એક મોટા સમાચાર આવ્યા છે. જો તમારું પાન કાર્ડ આધાર કાર્ડ લિંક કરવાનું બાકી છે તો તમારી માટે કોઇ પણ પ્રકારની પેનલ્ટી ચૂકવ્યા વગર પાન આધાર કાર્ડ લિંક કરવાની ઉત્તમ તક આવી છે. તમને જણાવી દઇયે કે, પાન આધાર કાર્ડ લિંક કરાવવું જરૂરી છે. જો આધાર કાર્ડ સાથે લિંક નહીં હોય તો પાન કાર્ડ નિષ્ક્રિય થઇ જશે.
Pan Aadhaar Linking Deadline : પાન આધાર કાર્ડ લિંક કરવાની ડેડલાઇન
પાન આધાર કાર્ડ લિંક કરવા વિશે નાણા મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, જે વ્યક્તિઓને 1 ઓક્ટોબર 2024 પહેલા આધાર એનરોલમેન્ટ આઈડી પર પાન કાર્ડ મેળવ્યું છે, તેઓ કોઇ પણ પ્રકારની લેટ ફી કે પેનલ્ટી વગર પાન આધાર કાર્ડ લિંક કરાવી શકશે. આ વ્યક્તિઓ માટે પાન આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લે તારખ 31 ડિસેમ્બર, 2025 છે.
કેન્દ્રીય પ્રત્યક્ષ કર વિભાગ (CBDT) એ 3 એપ્રિલ, 2025ના રોજ એક નોટિફિકેશન જારી કર્યું છે. તેમા જણાવ્યું છે કે, એવા તમામ પાન કાર્ડ ધારકો એ પોતાનો આધાર કાર્ડ નંબર આવકવેરા વિભાગને જણાવવો આવશ્યક છે. આ નોટિફિકેશન એવા કરદાતા માટે છે, જેમણે 1 ઓક્ટોબર 2024 પહેલા આધાર એનરોલમેન્ટ આઇડી મારફતે પાન કાર્ડ (PAN Card) મેળવ્યુ હતું.
ઉલ્લેખનિય છે કે, આ છુટછાટ માત્ર એવા લોકોને મળશે જેમણે PAN કાર્ડ આધાર એનરોલમેન્ટ આઈડી પરથી મેળવ્યું છે. અન્ય તમામ કિસ્સામાં પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા માટે 1000 રૂપિયા લેટ ફી ચૂકવવી પડશે.
જો નિર્ધારિત સમય મર્યાદામાં પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરવામાં નહીં આવે તો PAN કાર્ડ એક્ટિવ રહેશે નહીં. પાન કાર્ડ નિષ્ક્રિય થતા ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા, ટેક્સ રિફંડ મેળવવા અને બેંક સંબંધિત કામકાજમાં મુશ્કેલી પડશે.