કાર ચાલકોની બલ્લે બલ્લે, નીતિન ગડકરીએ ફાસ્ટેગ એન્યુઅલ પાસ રજૂ કર્યું, જાણો ચાર્જ સહિત તમામ વિગત

FASTag Annual Pass: નીતિન ગડકરીએ ફાસ્ટેગ એન્યુઅલ પાસ રજૂ કર્યું છે. આ ફાસ્ટેગ પાસથી વારંવાર બેલેન્સ કરવાની ઝંઝટ દૂરી થશે. જાણો ફાસ્ટેગના વાર્ષિક પાસનો ચાર્જ સહિત તમામ નિયમ

Written by Ajay Saroya
June 18, 2025 14:32 IST
કાર ચાલકોની બલ્લે બલ્લે, નીતિન ગડકરીએ ફાસ્ટેગ એન્યુઅલ પાસ રજૂ કર્યું, જાણો ચાર્જ સહિત તમામ વિગત
FASTag Annual Pass : ફાસ્ટેગ એન્યુઅલ પાસ રજૂ કરવામાં આવ્યો છે. (Photo: @fastagofficial)

FASTag Annual Pass: ફાસ્ટેગ સંબંધિત એક મોટા સમાચાર આવ્યા છે. હવે કાર ચાલકોને વારંવાર ફાસ્ટેગ ચાર્જ કરવાની ઝંઝટ માંથી મુક્તિ મળશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરીએ તાજેતરમાં જ નવી ટોલ પોલિસીની જાહેરાત કરી હતી, જે 15 ઓગસ્ટ, 2025 થી લાગુ થશે, અને હવે આ નીતિ હેઠળ, કેન્દ્રીય પ્રધાને ફાસ્ટેગ વિશે એક મોટી જાહેરાત કરી છે, જે સતત મુસાફરી કરનારા લોકો માટે મોટી ભેટ સમામન સાબિત થઈ શકે છે. હકીકતમાં નીતિન ગડકરીએ #FASTagBasedAnnualPass જાહેરાત કરી છે, જેને 15 ઓગસ્ટ 2025થી લાગુ કરવામાં આવશે. એટલે કે હવે આખું વર્ષ માટે ફાસ્ટેગ પાસ મળશે.

FASTag Annual Pass : ફાસ્ટેગ એન્યુઅલ પાસ રજૂ

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ માઇક્રો બ્લોગિંગ સાઇટ X પર પોતાના સત્તાવાર હેન્ડલથી એક પોસ્ટ જાહેર કરી છે, જેમાં લખ્યું છે, “એક ઐતિહાસિક પહેલ હેઠળ, 15 ઓગસ્ટ 2025 થી ફાસ્ટેગ એન્યુઅલ વાર્ષિક પાસ રજૂ કરવામાં આવી રહ્યો છે. આ પાસ એક્ટિવેશનની તારીખથી એક વર્ષ માટે અથવા 200 સુધીની મુસાફરી, બેમાંથી જે વહેલું હશે તે માટે માન્ય રહેશે.

ફાસ્ટેગ વાર્ષિક પાસ માટે કેટલો ચાર્જ થશે?

સોશિયલ મીડિયા પોસ્ટ પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે, ફાસ્ટેગના વાર્ષિક પાસ માટે કાર માલિકે 3000 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. ફાસ્ટેગ એન્યુઅલ પાસની સુવિધાથી વારંવાર ફાસ્ટેગ બેલેન્સ કરવાની ઝંઝટ દૂર થશે.

ફાસ્ટેગ એન્યુઅલ પાસ કયા વાહનોને મળશે?

ફાસ્ટેગ વાર્ષિક પાસ ખાસ કરીને બિન-વાણિજ્યિક ખાનગી વાહનો (કાર, જીપ, વાન વગેરે) માટે જ તૈયાર કરવામાં આવ્યો છે અને તેનાથી દેશભરના નેશનલ હાઇવે પર સતત મુસાફરી કરી શકાશે.

ફાસ્ટેગ એન્યુઅલ પાસ ક્યાંથી મળશે?

ફાસ્ટેગ વાર્ષિક પાસ મેળવવા, એક્ટિવ કરવા અને રિન્યૂ કરવા માટે ટુંક સમયમાં રાજમાર્ગ યાત્રા એપ અને NHAI / MoRTH ની વેબસાઇટ પર એક અલગ લિંક ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેનાથી પ્રક્રિયા વધુ સરળ અને સુવિધાજનક બનશે.

FASTag Annual Pass Benefits : ફાસ્ટેગ એન્યુઅલ પાસના ફાયદા શું છે?

ફાસ્ટેગ વાર્ષિકક પાસની આ પોલિસી 60 કિમીની ત્રિજ્યામાં સ્થિત ટોલ પ્લાઝા અંગે લાંબા સમયથી ચાલી આવતી ચિંતાઓને રેખાંકિત કરશે અને એક જ સુલભ વ્યવહાર દ્વારા ટોલ ટેક્સ પેમેન્ટ અવિરત બનાવશે. ટોલ પ્લાઝા પર વેઇટિંગ ટાઇમ ઘટાડવા, વાહનોની લાંબી લાઇનમાં ઘટાડો કરવા અને ટોલ પ્લાઝા પરના વિવાદોને દૂર કરવા સાથે, વાર્ષિક પાસ નીતિ લાખો ખાનગી વાહન ડ્રાઇવરો માટે ઝડપી, સરળ અને આરામદાયક મુસાફરીના અનુભવ માટે પ્રતિબદ્ધ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ