New Income Tax Bill 2025 News : નવું ઈન્કમ ટેક્સ બિલ 2025 13 ઓગસ્ટ, 2025ના રોજ સંસદ માંથી પસાર થયું છે. તે છ દાયકા જૂના આવકવેરા કાયદા, 1961 ને બદલવા માટે એક મહત્વપૂર્ણ પગલું. આ નવા ઈન્કમ ટેક્સ બિલમાં બિનજરૂરી જોગવાઈઓ અને જૂની ભાષા – વ્યાખ્યા દૂર કરવામાં આવી છે. નવી ઈન્કમ ટેક્સ બિલ 1 એપ્રિલ, 2026થી અમલમાં આવે તેવી શક્યતા છે.
રાજ્યસભામાં નિવેદન આપતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, “આ સંક્ષિપ્ત અને વધુ કેન્દ્રિત કાયદો વાંચવા, સમજવા અને અમલમાં મૂકવા માટે સરળ બનાવવા માટે તૈયાર કરાયો છે.”
નવું આવકવેરા બિલ, 2025 સૌપ્રથમ ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવ્યું હતું, અને પછી સંસદની પ્રવર સમિતિને મોકલવામાં આવ્યું હતું. 12 ઓગસ્ટના રોજ, સરકારે એક નવું સંસ્કરણ, આવકવેરા (નં. 2) બિલ, 2025 રજૂ કર્યું, જેમાં સમિતિની મોટાભાગની ભલામણોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
નવા ઈન્કમ ટેક્સ બિલ 2025ના મુખ્ય મુદ્દા
ITR ફાઇલિંગ અંગે નવા નિયમો, LRS પર TCS
ફેબ્રુઆરીમાં રજૂ કરાયેલા બિલના જૂના ડ્રાફ્ટમાં એક જોગવાઈ – કલમ 263(1)(a)(ix) – શામેલ હતી જે સૂચવે છે કે કરદાતાઓ ફક્ત ત્યારે જ રિફંડનો દાવો કરી શકે છે જો તેમણે નિર્ધારિત તારીખે અથવા તે પહેલા ઈન્કસ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યું હોય. નવા ડ્રાફ્ટમાં આ જોગવાઈ દૂર કરવામાં આવી છે.
AKM ગ્લોબલના ટેક્સ પાર્ટનર અમિત મહેશ્વરીએ જણાવ્યું હતું કે, “આ જોગવાઈ હાલની કર વ્યવસ્થાથી તદ્દન અલગ છે. નવા ઈન્કમ ટેક્સ બિલમાં ડેડલાઇન ચૂકી ગયા બાદ પણ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરનાર કરદાતા પણ રિફંડનો દાવો કરી શકે છે. આનાથી બિનજરૂરી મુશ્કેલી અને અસ્પષ્ટતા ઊભી થવાની સંભાવનાને ઓળખીને, નવા રજૂ કરાયેલા બિલમાં આ પ્રતિબંધક કલમને સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવી છે,”
નવા બિલમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈપણ નાણાકીય સંસ્થા દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતા શિક્ષણ હેતુઓ માટે લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) રેમિટન્સ પર કોઈ TCS રહેશે નહીં , જે જોગવાઈ અગાઉના સંસ્કરણમાં સામેલ ન હતી.
કોર્પોરેટ કરદાતાઓ માટે ફેરફારો
નવા ઈનક્મ ટેક્સ બિલ 2025માં ડ્રાફ્ટિંગની અન્ય ભૂલો સુધારવામાં આવી છે, જેમ કે રાહત દરનો લાભ લેતી કંપનીઓ માટે આંતર-કોર્પોરેટ ડિવિડન્ડ કપાત સંબંધિત ભૂલો. લિમિટેડ લાયેબિલિટી પાર્ટનરશિપ (LLPs) માટે વૈકલ્પિક લઘુત્તમ કર (AMT) ની પાત્રતાને આવકવેરા કાયદાની હાલની જોગવાઈઓ સાથે સંરેખિત કરવામાં આવી છે, જેમાં વિસ્તૃત અવકાશને દૂર કરવામાં આવ્યો છે જેમાં ચોક્કસ કર લાભોનો દાવો ન કરતા LLPsનો સમાવેશ થતો હતો અને 12.5 ટકાના પ્રેફરન્શિયલ દરની સામે 18.5 ટકાનો ઊંચો દર લાગુ પડતો હતો.
આ બિલમાં એવા કરદાતાઓને પણ શૂન્ય ટીડીએસ સર્ટિફિકેટ મેળવવાની મંજૂરી આપવામાં આવી છે જેમની પાસે કોઈ આઇટી જવાબદારી નથી.
વધુમાં, નવા આવકવેરા બિલમાં ટ્રાન્સફર પ્રાઇસિંગ જોગવાઈઓ સંબંધિત અસ્પષ્ટતાઓને દૂર કરવા માટે ફેરફાર કરવામાં આવ્યા છે, તેમજ નુકસાનને કેરી-ફોરવર્ડ કરવા અને સેટ-ઓફ સંબંધિત ફેરફારો પણ કરવામાં આવ્યા છે. લાભાર્થી માલિકનો સંદર્ભ આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 79 સાથે સુસંગત રહેવા માટે અવગણવામાં આવ્યો છે, સાથે જ ઘરની મિલકતની આવકની ગણતરી કરતી વખતે મ્યુનિસિપલ ટેક્સના કપાત પછી 30 ટકા પ્રમાણભૂત કપાતની લાગુ પડવાની સ્પષ્ટતા પણ આપવામાં આવી છે.
સરકારે પ્રવર સમિતિની ભલામણ અનુસાર બિન લાભકારી સંસ્થાઓ સાથે જોડાયેલા દાનમાં રહેલી વિસંગતતા સુધારી છે. હાલના કાયદા મુજબ, NPO ને ‘અનામી’ દાનના માત્ર 5 ટકાને બદલે ‘કુલ’ દાનના 5 ટકા માટે મુક્તિ આપવામાં આવી છે.
કર વર્ષ, ડિજિટલ સર્ચ
ઈન્કમ ટેક્સ બિલ 2025માં “કર વર્ષ” ની વિભાવના રજૂ કરવામાં આવી છે, જેને 1 એપ્રિલથી શરૂ થતા 12 મહિનાના સમયગાળા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે. આ ખ્યાલ ફેબ્રુઆરીમાં પહેલા ડ્રાફ્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. નવા બિલમાં બિનજરૂરી જોગવાઈઓ અને જૂની ભાષા દૂર કરવામાં આવી છે અને 1961ના આવકવેરા કાયદામાં કલમોની સંખ્યા 819 થી ઘટાડીને 536 અને પ્રકરણોની સંખ્યા 47 થી ઘટાડીને 23 કરવામાં આવી છે. નવા આવકવેરા બિલમાં શબ્દોની સંખ્યા 5.12 લાખથી ઘટાડીને 2.6 લાખ કરવામાં આવી છે, અને 39 નવા કોષ્ટકો અને 40 સૂત્રો રજૂ કરવામાં આવ્યા છે.
જોકે, સરકારે “વર્ચ્યુઅલ ડિજિટલ સ્પેસ” ની વિવાદાસ્પદ વ્યાખ્યા જાળવી રાખી છે – સર્વેક્ષણો, સર્ચ અને જપ્તી દરમિયાન આવકવેરા અધિકારીઓ દ્વારા માહિતી મંગાવવાની સત્તા, જેમાં ઇમેઇલ સર્વર્સ, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, ઓનલાઈન રોકાણ, ટ્રેડિંગ અને બેંકિંગ એકાઉન્ટ્સ, રિમોટ અથવા ક્લાઉડ સર્વર્સ અને ડિજિટલ એપ્લિકેશન પ્લેટફોર્મનો સમાવેશ થાય છે. સીતારમણે જણાવ્યું હતું કે ઈન્કમ ટેક્સ વિભાગ સર્ચ દરમિયાન જપ્ત કરાયેલા વ્યક્તિગત ડિજિટલ ડેટાને હેન્ડલ કરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) લાવશે.
Taxation Laws (Amendment) Bill : કરવેરા કાયદા (સુધારા) બિલ
સરકારે અલગથી, કરવેરા કાયદા (સુધારા) બિલ, 2025 પણ રજૂ કર્યું છે, જે ફાઈનાન્સ એક્ટ, 2025 માં સુધારો કરે છે. તેણે ‘સાઉદી અરેબિયા સરકારના જાહેર રોકાણ ભંડોળ’ અને તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપનીઓ દ્વારા કરવામાં આવેલા રોકાણોમાંથી ડિવિડન્ડ, વ્યાજ, લાંબા ગાળાના મૂડી લાભ અથવા અન્ય આવકમાંથી મુક્તિ આપી છે, જે આવકવેરા કાયદાની કલમ (23FE) હેઠળ ભારતમાં ભંડોળમાંથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોકાણ કરે છે.
સાઉદીના પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં 925 બિલિયન ડોલરથી વધુની સંપત્તિ સંચાલન હેઠળ છે અને નવેમ્બર 2022 માં તેને IT મુક્તિ માટે સૂચિત કરવામાં આવ્યું હતું. જો કે, ફંડને વિવિધ પેટાકંપનીઓ દ્વારા રોકાણ સંબંધિત કેટલાક પ્રતિબંધિત ધોરણોનો સામનો કરવો પડ્યો હતો. આ સુધારા સાથે, સરકારે સાઉદીના ફંડને સંપૂર્ણ આવકવેરા મુક્તિ આપી છે, જે કાયદામાં તેનું નામ સ્પષ્ટપણે ઉલ્લેખિત છે જેમ કે અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (ADIA) માટે અગાઉ કરવામાં આવ્યું છે.
કરવેરા કાયદા (સુધારા) બિલમાં બજાર-લિંક્ડ રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ (NPS) હેઠળ આવકવેરા લાભોને ગેરંટીકૃત એકીકૃત પેન્શન યોજના (UPS) સુધી વિસ્તૃત કરવામાં આવ્યા હતા, જેમાં નિવૃત્તિ સમયે 60 ટકા સુધી એકમ રકમ ચૂકવણી અથવા સંચિત UPS કોર્પસના કરમુક્ત ઉપાડની મંજૂરી આપવામાં આવી હતી.