Mukesh Ambani’s Reliance Acquires Stake In Naturedge Beverages: મુકેશ અંબાણી એક નવા બિઝનેસ સેક્ટરમાં પ્રવેશ કર્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગ્રૂપે નેચરએજ બેવરેજીસ (Naturedge Beverages) માં બહુમતી હિસ્સો ખરીદ્યો છે. આ સાથે રિલાયન્સે હવે હર્બલ બેવરેજ માર્કેટમાં પણ એન્ટ્રી મજબૂત સ્થિતિ બનાવશે. આ એક્વિઝિશન રિલાયન્સના કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ પોર્ટફોલિયોનું વિસ્તરણ કરવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવે છે. હર્બલ અને હેન્થ ડ્રિંક કેટેગરીમાં સતત વધી રહેલી માંગને જોતા મુકેશ અંબાણી આ બજારમાં આગળ વધવા માંગે છે.
નેચરએજ બેવરેજીસ કંપની શું બનાવે છે?
નેચરએજ બેવરેજીસ કંપની હર્બલ અને નેચરલ ડ્રિંક્સ માટે ઓળખાય છે, તે સ્વાસ્થ્ય પ્રત્યે સભાન ગ્રાહકોની વચ્ચે લોકપ્રિયતા હાંસલ કરી છે. વર્ષ 2018માં સિદ્ધેશ શર્માએ નેચરએજ બેવરેજીસ કંપનીની સ્થાપના કરી હતી, જેનું હેડક્વાર્ટર મુંબઇમાં છે. સિદ્ધેશ શર્મા ભારતની સૌથી વિશ્વસનીય આયુર્વેદિક પ્રોડક્ટ્સ બનાવતી કંપનીઓ પૈકીની એક વૈદ્યનાથ ગ્રુપના ત્રીજી પેઢીના ઉદ્યોગસાહસિક છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, રિલાયન્સ આ કંપનીની હાલની પ્રોડક્ટ્સનું વ્યાપક સ્તરે માર્કેટિંગ અને ડિસ્ટ્રીબ્યૂશન ક્રેડિટ મારફતે સમગ્ર દેશમાં સપ્લાય કરશે. ઉપરાંત નવા નવા સ્વાસ્થ્ય કેન્દ્રીત પીણાં પણ લોન્ચ કરી શકે છે, જેનાથી રિલાયન્સ MFCG અને બેવરેજીસ સેક્ટરમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી શકશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપનીએ નેચરએજ બેવરેજીસ કંપની સાથે એક જોઇન્ટ વેન્ચર બનાવ્યું છે. આ સંયુક્ત સાહસમાં રિલાયન્સની એફએમસીજી પેટાકંપનીનો મોટો હિસ્સો રહેશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડ્કટ્સ લિમિટેડ (RCPL) એ હેલ્ધી ફંક્શન બેવરેજ બિઝનેસમાં પ્રવેશવાની ઘોષણા કરી છે.
RCPLના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કેતન મોદીએ કહ્યું કે, આ ભાગીદારી કંપનીના બેવરેજીસ પોર્ટફોલિયોને મજબૂત બનાવે છે અે કન્ઝ્યુમરને હેલ્થ ડ્રિવન ઓપ્શન પુરા પાડે છે. તો સિદ્ધેશ શર્મા એ ઉમેર્યું હતું કે, આ ભાગીદારી Shunyaને એક પાન ઇન્ડિયા બ્રાન્ડ તરીકે સ્થાપિત કરવામાં મદદ કરશે, જે હર્બલ નેચરલ ફંક્શનલ બેવરેજ પ્રત્યે ગ્રાહકોની વધતી લોકપ્રિયતાને અનુરૂપ છે.
રિલાયન્સ શેર સતત બીજા દિવસે વધ્યો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર સતત બીજા દિવસે વધ્યો છે. મંગળવારે રિલાયન્સ 2.5 ટકા ઉછળ્યો અને 1418 રૂપિયા સુધીનો ઉંચો ભાવ બોલાયો હતો. સોમવારે RIL શેર વધીને 1380 રૂપિયા બંધ થયો હતો.