Lava Play Ultra 5G Launch Price In India : લાવા પ્લે અલ્ટ્રા 5જી સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. લેટેસ્ટ લાવા પ્લે અલ્ટ્રા 5જી મોબાઇલમાં 8 જીબી સુધીની રેમ, મીડિયાટેક ડિમેન્સિટી 7300 ચિપસેટ, ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ અને 64MP પ્રાઇમરી રિયર કેમેરા આવે છે. લાવા પ્લે અલ્ટ્રા 5જી સ્માર્ટફોનમાં 5000mAhની મોટી બેટરી આપવામાં આવી છે. લેટેસ્ટ લાવા સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જાણો.
Lava Play Ultra 5G Price In India : ભારતમાં લાવા પ્લે અલ્ટ્રા 5G કિંમત
લાવા પ્લે અલ્ટ્રા 5જીના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 14,999 રૂપિયા છે. તો 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટ 16,499 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ફોનને આર્કટિક ફ્રોસ્ટ અને આર્કટિક સ્લેટ કલર ઓપ્શનમાં લઈ શકાય છે. આ ડિવાઇસનું વેચાણ 25 ઓગસ્ટથી એમેઝોન પર થશે.
લોન્ચ ઓફર હેઠળ, ગ્રાહકો અનુક્રમે 13,999 રૂપિયા અને 15,499 રૂપિયામાં 6 જીબી અને 8 જીબી રેમ ઓપ્શન વેરિઅન્ટ ખરીદી શકે છે. આ ફોનને ICICI, SBI, અને HDFC કાર્ડ સાથે 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે.
Lava Play Ultra 5G Specifications : લાવા પ્લે અલ્ટ્રા 5G સ્પેસિફિકેશન્સ
લાવાનો આ ફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 પર ચાલે છે. કંપનીએ હેન્ડસેટમાં બે એન્ડ્રોઇડ અપડેટ્સ અને ત્રણ વર્ષના સિક્યોરિટી અપડેટ્સનું વચન આપ્યું છે. આ સ્માર્ટફોનમાં 6.67 ઇંચની ફુલએચડી+ એમોલેડ ડિસ્પ્લે છે, જેનો રિફ્રેશ રેટ 120હર્ટ્ઝ છે. સ્ક્રીન 10 નીટ પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. ફોનમાં 4nm મીડિયાટેક ડિમેન્સિટી 7300 ચિપસેટ છે. ફોનમાં 8 જીબી સુધીની રેમ અને 128 જીબી સ્ટોરેજ છે.
લાવા પ્લે અલ્ટ્રા 5જી મોબાઇલમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. સ્માર્ટફોનમાં 64 એમપી પ્રાઇમરી સોની આઇએમએક્સ 682 સેન્સર છે. ફોનમાં 5 મેગાપિક્સલનું મેક્રો સેન્સર આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં 13 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. હેન્ડસેટમાં નાઇટ મોડ, એચડીઆર, પોટ્રેટ, બ્યૂટી, પેનોરમા, સ્લો મોશન, ટાઇમ લેપ્સ, ફિલ્ટર્સ, પ્રો મોડ, એઆર સ્ટિકર અને મેક્રો ફોટોગ્રાફી જેવા ઘણા ફોટોગ્રાફી મોડ્સ છે.
કનેક્ટિવિટી માટે લાવાના આ હેન્ડસેટમાં 5000mAhની મોટી બેટરી આપવામાં આવી છે જે 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ડિવાઇસને 83 મિનિટમાં ફુલ ચાર્જ કરી શકાય છે. બેટરી સિંગલ ચાર્જ પર 45 કલાક સુધીનો ટોક ટાઇમ અને 510 કલાક સુધીનો સ્ટેન્ડબાય ટાઇમ હોવાનો દાવો કરે છે.
લાવા પ્લે અલ્ટ્રા 5જી સ્માર્ટફોન ધૂળ અને સ્પ્લેશ પ્રતિકાર ક્ષમતા માટે IP64 રેટિંગ ધરાવે છે. કનેક્ટિવિટી માટે હેન્ડસેટમાં બ્લૂટૂથ 5.2, ઓટીજી, વાઇ-ફાઇ 6 અને યુએસબી ટાઇપ-સી પોર્ટ આપવામાં આવ્યા છે. ફોનમાં સ્ટીરિયો સ્પીકર્સ પણ આપવામાં આવ્યા છે.