Jio Unlimited Offer: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સિઝનને ધ્યાનમાં રાખીને દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની જિયોએ નવા પ્લાન લોન્ચ કર્યો છે. નવી એક્સક્લૂઝિવ પ્લાન હાલના અને નવા જિયો સિમ ખરીદદારો માટે છે. જિયો સિમકાર્ડ અને 299 રૂપિયા અને તેનાથી વધુના પ્લાનનો ઉપયોગ કરનારા ગ્રાહકો આગામી સમયમાં તમામ ક્રિકેટ મેચ ફ્રીમાં જોઈ શકશે.
299 રૂપિયા કે તેથી વધુના પ્લાન સાથે નવું જિયો સિમ કનેક્શન મળવા પર અથવા ઓછામાં ઓછા 299 રૂપિયાના રિચાર્જ પર જિયોના ગ્રાહકો જિયો હોટસ્ટાર પર ફ્રીમાં આઇપીએલ ક્રિકેટ સિઝનનો આનંદ માણી શકે છે.
શું છે જિયો અનલિમિટેડ ઓફર?
આ અનલિમિટેડ ક્રિકેટ ઓફરમાં ગ્રાહકોને ટીવી/મોબાઇલ પર 90 દિવસનું ફ્રી જિયોહોટસ્ટાર સબ્સક્રિપ્શન મળશે અને તે પણ 4K ક્વોલિટીમાં. એટલે કે ગ્રાહકો 22 માર્ચથી શરૂ થઈ રહેલી આઈપીએલ ક્રિકેટ સિઝનને ફ્રીમાં માણી શકશે. જિયો હોટસ્ટાર પેક 22 માર્ચ 2025થી 90 દિવસના સમયગાળા માટે એટલે કે આઇપીએલ ક્રિકેટ સિઝનની પ્રારંભિક મેચના દિવસ માટે માન્ય રહેશે.
આ સાથે જિયો ઘર માટે જિયોફાઇબર અથવા જિયોએરફાઇબરનું ફ્રી ટ્રાયલ કનેક્શન પણ આપશે. અલ્ટ્રા ફાસ્ટ ઈન્ટરનેટનું ફ્રી ટ્રાયલ કનેક્શન 50 દિવસ સુધી ફ્રી રહેશે. ગ્રાહકો 4Kમાં ક્રિકેટ જોવાના શ્રેષ્ઠ અનુભવની સાથે સાથે ઘરના મનોરંજનની મજા પણ માણી શકશે. 800+ ટીવી ચેનલ્સ, 11+ ઓટીટી એપ્સ, અનલિમિટેડ WIFI પણ જિયોફાઇબર અથવા જિયોએરફાઇબરના ફ્રી ટ્રાયલ કનેક્શન સાથે ઉપલબ્ધ થશે.
આ ઓફરનો લાભ 17 માર્ચથી 31 માર્ચ 2025 વચ્ચે લઈ શકાશે. આ ઓફરનો લાભ લેવા માટે હાલના જિયો સિમ યુઝર્સે ઓછામાં ઓછું 299 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે. સાથે જ નવા જિયો સિમ ગ્રાહકોને 299 રૂપિયા કે તેથી વધુના પ્લાન સાથે નવું જિયો સિમ લેવું પડશે. જે ગ્રાહકોએ 17 માર્ચ પહેલા રિચાર્જ કરાવી લીધું છે તે પણ 100 રૂપિયાનું એડ-ઓન પેક લઈને આ ઓફરનો લાભ લઈ શકશે.