Jio Electric Cycle Launch: ઇલેક્ટ્રિક વ્હીકલ ભારતમાં લોકપ્રિય થઇ રહ્યા છે. મુકેશ અંબાણી જિયો ઇલેક્ટ્રિક સાઇકલ લોન્ચ કરવા જઇ રહ્યા છે. જો તમે વાજબી અને પાવરફુલ ઇલેક્ટ્રિક વ્હીકલ શોધી રહ્યા છે તો જિયો ઇલેક્ટ્રિક વ્હીકલ ઉત્તમ વિકલ્પ બની શકે છે. જિયો સાઇકલ લાંબી બેટરી રેન્જ, એડવાન્સ ફીચર્સ અને દમદાર પર્ફોર્મન્સ આપશે. ચાલો જિયો ઇલેક્ટ્રિક વ્હીકલની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જાણીયે
Jio Electric Cycle Launch Date : જિયો ઇલેક્ટ્રિક સાઇકલ ક્યારે લોન્ચ થશે?
ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલની વધી રહેલી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખતા મુકેશ અંબાણી વહેલાસર જિયો ઇલેક્ટ્રિક સાઇકલ લોન્ચ કરી શકે છે. અલબત્ત જિયો ઇલેક્ટ્રિક સાઇકલ લોન્ચ થવાની તારીખ વિશે સત્તાવાર જાણકારી બહાર આવી નથી. જિયો ઇલેક્ટ્રિક સાઇકલ વાજબી કિંમતની, ટકાઉ અને પર્યાવરણને અનુકુળ હશે. બેટરી સંચાલિત જિયો ઇલેક્ટ્રિક સાઇકલ દરરોજ ટુંકા અંતરની અવરજવર ઉત્તમ વિકલ્પ સાબિત થશે.
Jio Electric Cycle Features : જિયો ઇલેક્ટ્રિક સાઇકલ ફીચર્સ
જિયો ઇલેક્ટ્રિક સાઇકલમાં શાનદાર ફીચર્સ આવશે. તો ડિજિટલ સ્પીડોમીટર, ટીએફટી ડિસ્પ્લે, ફ્રન્ટ અને રિયર ડિસ્ક બ્રેક, ફુલી એડજસ્ટેબલ અને આરામદાયક સીટ, મોનોશોક સસ્પેન્શન, રિફ્લેક્ટર અને ઘણા સેફ્ટી ફીચર્સ આવેશે.
Jio Electric Cycle Battery : જિયો ઇલેક્ટ્રિક સાઇકલ બેટરી રેન્જ
જિયો ઇલેક્ટ્રિક સાઇકલ પાવરફુલ બેટરી સાથે આવી શકે છે. ઇલેક્ટ્રિક સાઇકલ પાવરફુલ ઇલેક્ટ્રિક મોટર અને મોટી લિથિયમ આયન બેટરી પેક સાથે આવે છે. ફુલ બેટરી ચાર્જિંગ પર આ ઇલેક્ટ્રિક સાઇકલ 80 કિમી સુધી રેન્જ આપશે. બેટરી ઝડપથી ચાર્જ થશે. ઇલેક્ટ્રિક સાઇકલની ટોપ સ્પીડ 25 થી 30 કિમી પ્રતિ કલાક હોઇ શકે છે.
Jio Electric Bicycle Price : જિયો ઇલેક્ટ્રિક સાઇકલ કિંમત
જિયો ઇલેક્ટ્રિક સાઇકલ વાજબી કિંમતમાં ઉપલબ્ધ કરાવાશે. જિયો ઇલેક્ટ્રિક સાઇકલની કિંમત હજી સુધી જાહેર થઇ નથી. મીડિયા રિપોર્ટ મુજબ જિયો ઇલેક્ટ્રિક સાઇકલની કિંમત 30 હજાર રૂપિયાની આસપાસ હોઇ શકે છે.