Upcoming IPOs This Week : આઈપીઓ માર્કેટ માટે આગામી સપ્તાહ બહુ વ્યસ્ત રહેવાનું છે. 11 ઓગસ્ટથી શરૂ થઇ રહેલા નવા સપ્તાહ દરમિયાન નવા 4 આઈપીઓ ખુલી રહ્યા છે, જેમા બ્લુસ્ટોન જ્વેલરી અને રીગાલ રિસોર્સિસ સામેલ છે. ઉપરાંત પાછલા સપ્તાહે સબ્સક્રિપ્શન માટે ખુલેલા 7 આઈપીઓમાં રોકાણ કરવાની છેલ્લી તક મળશે. નવા સપ્તાહે 11 કંપનીઓના શેર લિસ્ટિંગ થવાના છે.
BlueStone Jewellery IPO : બ્લુસ્ટોન જ્વેલરી આઈપીઓ
બ્લુસ્ટોન જ્વેલરી કંપનીનો મેઇનબોર્ડ આઈપીઓ 11 ઓગસ્ટે ખુલશે અને 13 ઓગસ્ટે બંધ થશે. આ આઈપીઓ કુલ 1540.65 કરોડ રૂપિયાનો છે, જેમા રૂ. 820 કરોડના નવા ઇશ્યૂ અને રૂ. 720.65 કરોડનો ઓફર ફોર સેલ (OFS) શામેલ છે. આઈપીઓ પ્રાઇસ બેન્ડ 492 – 517 રુપિયા છે અને લોટ સાઈઝ 29 શેર છે. આ આઈપીઓનું સંચાલન એક્સિસ કેપિટલ, કોટક મહિન્દ્રા કેપિટલ અને આઈઆઈએફએલ કેપિટલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. શેર એલોટમેન્ટ બાદ કંપનીના શેર લિસ્ટિંગ 19 ઓગસ્ટે બીએસઇ અને એનએસઇ પર થશે.
Regaal Resources IPO : રીગાલ રિસોર્સિસ આઈપીઓ
રીગાલ રિસોર્સિસ પણ બીજો મેઇનબોર્ડ આઈપીઓ છે, જે 12 ઓગસ્ટે ખુલશે. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર 96-102 રૂપિયા છે અને લોટ સાઈઝ 144 શેર છે. કંપની મકાઈ આધારિત સ્ટાર્ચ અને સ્પેશિયાલિટી સ્ટાર્ચ ઉત્પાદનો બનાવે છે. ૩૦૬ કરોડ રૂપિયાનો આઈપીઓ ૧૨ ઓગસ્ટથી ૧૪ ઓગસ્ટ સુધી ખુલ્લો રહેશે. આ આઈપીઓનું કદ કુલ 306 કરોડ રૂપિયા છે, જેમા 210 કરોડ રૂપિયાના ફ્રેશ ઇક્વિટીમાંથી અને 96 કરોડ રૂપિયા OFS દ્વારા એકત્ર કરવામાં આવશે. આઈપીઓ 14 ઓગસ્ટે બંધ થયા બાદ શેર લિસ્ટિંગ 20 ઓગસ્ટના રોજ BSE, NSE પર થશે.
Icodex Publishing Solutions IPO : આઇકોડેક્સ પબ્લિશિંગ સોલ્યુશન્સ આઈપીઓ
આઇકોડેક્સ પબ્લિશિંગ સોલ્યુશન્સ આઈપીઓ 11 થી 13 ઓગસ્ટ દરમિયાન સબ્સક્રિપ્શન માટે ખુલશે. 42.03 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 98 – 102 રૂપિયા છે. આઈપીઓના ભંડોળનો ઉપયોગ કાર્યકારી મૂડી તેમજ ઓફિસ સ્પેસ અને હાર્ડવેર ખરીદવા માટે કરવામાં આવશે. શેર લિસ્ટિંગ 19 ઓગસ્ટના રોજ BSE SME પ્લેટફોર્મ પર થશે.
Mahendra Realtors IPO : મહેન્દ્ર રિયલ્ટર્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર IPO
મહેન્દ્ર રિયલ્ટર્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીનો 49.45 કરોડ રૂપિયાનો આઈપીઓ 12 ઓગસ્ટ થી 14 ઓગસ્ટ સુધી ખુલ્લો રહેશે. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ 76 – 85 રૂપિયા છે. આ ઇશ્યૂ દ્વારા એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ કાર્યકારી મૂડી અને કોર્પોરેટ જરૂરિયાતો માટે કરવામાં આવશે. શેર લિસ્ટિંગ 20 ઓગસ્ટના રોજ NSE SME પ્લેટફોર્મ પર થશે.
ઉપરાંત પાછલા સપ્તાહે સબ્સક્રિપ્શન માટે ખુલેલા 7 આઈપીઓમાં આ સપ્તાહે રોકાણ કરવાની છેલ્લી તક મળશે. જેમા જેએસડબ્લ્યુ સિમેન્ટ, સાવલિયા ફૂડ્સ પ્રોડક્ટ્સ, કોનપ્લ્કે્સ સિનેમાઝ, ઓલ ટાઇમ પ્લાસ્ટિક્સ, સ્ટાર ઇમેજિંગ, મેડીસ્ટેપ હેલ્થકેર, એએનબી મેટલ કાસ્ટ આઈપીઓ સામેલ છે.
11 કંપનીના શેર લિસ્ટિંગ થશે
નવા સપ્તાહે 11 કંપનીઓના શેર લિસ્ટિંગ થવાના છે. જેમા Essex Marine અને BLT લોજિસ્ટિક્સ 11 ઓગસ્ટે BSE SME પ્લેટફોર્મ પર લિસ્ટેડ થશે. તો આરાધ્યા ડિસ્પોઝલ ઇન્ડસ્ટ્રીઝ, જ્યોતિ ગ્લોબલ પ્લાસ્ટ, પાથ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિકલ્સ અને Bhadore Industriesના શેર NSE SME પર લિસ્ટેડ થશે.
12 ઓગસ્ટે મેઇનબોર્ડ સેગમેન્ટમાં હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેર BSE, NSE પર લિસ્ટિંગ થશે. તો 14 ઓગસ્ટે JSW સિમેન્ટ અને ઓલ ટાઇમ પ્લાસ્ટિકનું શેર લિસ્ટિંગ BSE, NSE પર થશે. આ જ તારીખે સાવલિયા ફૂડ્સ પ્રોડક્ટ્સ અને કોનપ્લેક્સ સિનામાઝનું શેર લિસ્ટિંગ NSE SME પર થશે.