Aadhaar, PAN, Passport And Driving License Online Apply: સરકારે આજના સમયમાં તમારી માટે જરૂરી દસ્તાવેજો બનાવવાનું સરળ બનાવ્યું છે. હવે તમે ચૂંટણી ઓળખપત્ર, આધાર કાર્ડ, પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ જેવા મહત્વપૂર્ણ દસ્તાવેજો ઘરેથી જ બનાવી શકો છો અને સરકારી ઓફિસોના ધક્કા ખાવા પડશે નહીં. જો તમે હજી સુધી આ દસ્તાવેજો નથી બનાવ્યા, તો આ દસ્તાવેજો માટે તમે સરળતાથી ઓનલાઇન અરજી કરી શકો છો, આજે અમે તમને આ માટેની પ્રક્રિયા જણાવવા જઈ રહ્યા છીએ, ચાલો જાણીએ …
Aadhaar Card : આધાર કાર્ડ માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- સૌથી પહેલા તમારે UIDAI https://uidai.gov.in ઓફિશિયલ વેબસાઇટ પર જવું પડશે
- ત્યાં My Aadhaar સેક્શનમાં Book an Appointment વિકલ્પ પસંદ કરો
- હવે તમારે તમારું શહેર અને નજીકનું આધાર સેવા કેન્દ્ર પસંદ કરો
- આ પછી New Aadhaar વિકલ્પ પસંદ કરો.
- અહીં તમારું નામ, જન્મ તારીખ, સરનામું, મોબાઇલ નંબર જેવી વિગત દાખલ કરો
- હવે તમારા મોબાઇલ પર એક OTP આવશે, જે તમારી માહિતી વેરિફાઇ કરશે
- તમારે ઓળખ, સરનામું અને જન્મ તારીખ સાથે જોડાયેલા દસ્તાવેજો સાથે જોડાયેલી જાણકારી ભરવાની રહેશે
- સંબંધિત અસલી દસ્તાવેજો તમારે એપોઈન્ટમેન્ટના દિવસે સાથે રાખવાના રહેશે
- હવે તમારી સુવિધા અનુસાર આધાર સેવા કેન્દ્રની મુલાકાતની તારીખ અને સમય નક્કી કરો. અહીં તમારી બાયોમેટ્રિક વિગત આપવાની રહેશે.
Voter ID Card : ચૂંટણી કાર્ડ બનાવવા માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- નેશનલ વોટર સર્વિસ પોર્ટલની સત્તાવાર વેબસાઇટ https://www.nvsp.in/ ની મુલાકાત લો
- અહીં તમારી વિગત દાખલ કરો
- હવે ડાબી બાજુ દેખાતા વિકલ્પમાં નવા મતદારો માટેના પ્રથમ રજિસ્ટર પર ક્લિક કરો.
- અહી તમારી સામે એક ફોર્મ ખુલશે, તેમા જરૂરી વિગત દાખલ કરો
- આ પછી તમારા રજિસ્ટર્ડ નંબર પર એક OTP આવશે
- હવે તમને મોબાઇલ પર તમારા મત વિસ્તારના અધિકારી તરફથી વેરિફિકેશન માટે કોલ આવશે.
- આ પછી બૂથ લેવલ ઓફિસર તમારા ઘરે આવીને તમારા ડોક્યુમેન્ટ્સ ચેક કરશે.
- બૂથ લેવલ ઓફિસર તમે ઓનલાઇન સબમિટ કરેલા દસ્તાવેજોની હાર્ડકોપી લેશે.
- વેરિફિકેશન કર્યા બાદ એક મહિનાની અંદર તમારું વોટર આઇડી તમારા ઘરે મોકલી દેવામાં આવશે.
Driving License : ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- માર્ગ પરિવહન મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ https://parivahan.gov.in/parivahan/ ની મુલાકાત લો
- અહીં Online Services સેક્શનમાં જાઓ અને Driving Licence Related Services પર ક્લિક કરો
- હવે તમે જે રાજ્યમાં રહો છો તે પસંદ કરો
- આ પછી Learner’s Licence Application પર ક્લિક કરો
- ત્યાર પછી learner’s licence એપ્લિકેશન ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- હવે ડ્રાઇવિંગ ટેસ્ટની તારીખ પસંદ કરો અને પેમેન્ટની પ્રોસેસ કરો.
જો લર્નિંગ લાયસન્સ એપ્લિકેશન તમારા રાજ્યમાં સંપૂર્ણપણે ઓનલાઇન છે, તો તમારે આધાર ઓથેન્ટિકેશન વિકલ્પ પસંદ કરવો પડશે. લર્નિંગ લાઇસન્સ માટે તમારે RTOમાં જવાની જરૂર નથી.
E PAN Card : ઇ-પાન કાર્ડ માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- સૌથી પહેલા આવકવેરા વિભાગની ઓફિશિયલ વેબસાઇટ https://eportal.incometax.gov.in. ઓપન કરો
- અહીં ‘ઈન્સ્ટન્ટ ઈ-પાન’ના ઓપ્શન પર ક્લિક કરો
- હવે તમારો આધાર નંબર દાખલ કરો
- આ પછી કન્ટીન્યૂ (Continue) વિકલ્પ પર ક્લિક કરો
- હવે તમારા આધાર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલો OTP દાખલ કરો
- આ પછી, નિયમો અને શરતો સ્વીકારતા બોક્સ પર ક્લિક કરો.
- હવે તમારી વ્યક્તિગત જાણકારી સામે આવીને તેને વેરિફાઈ કરીને Continue પર ક્લિક કરો
- આ પછી, તમારા મોબાઇલ પર એક મેસેજ આવશે જેમાં તમારો પાન નંબર હશે.
- સામાન્ય રીતે ઈ-પાન કાર્ડ નંબર 10 મિનિટની અંદર જનરેટ થઈ જાય છે.
ePassport : ઇ પાસપોર્ટ માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- સૌથી પહેલા તમારે પાસપોર્ટ સેવાના ઓનલાઈન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે
- હવે તમારે તમારા આઇડી સાથે લોગ ઇન કરો
- લોગિન કર્યા બાદ Apply for Fresh Passport/Re-issue of Passport વિકલ્પ પર ક્લિક કરો
- જો તમે પહેલી વાર અરજી કરી રહ્યા છો તો Fresh વિકલ્પ પસંદ કરો અને જો તમારી પાસે પહેલાથી જ પાસપોર્ટ છે તો Re-issue વિકલ્પ પસંદ કરો.
- ત્યાર પછી અહીં માંગેલી બધી માહિતી દાખલ કરો અને ફી ઓનલાઇન ભરો.
- ફી ભર્યા બાદ તમારી એપોઈન્ટમેન્ટ બુક થઈ જશે
- તમારી એપ્લિકેશન રસીદ સાચવી રાખવો
- હવે નિર્ધારિત તારીખે તમારા ડોક્યુમેન્ટ્સ સાથે PSK કે RPO સેન્ટેર પર જવું પડશે
- તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમારા ઘરના સરનામે ઈ-પાસપોર્ટ મોકલવામાં આવશે