HDFC Bank Rules Changes : એચડીએફસી બેંકે બચત ખાતાના નિયમો બદલ્યા છે. એચડીએફસી બેંકે તેના બચત ખાતાધારકો માટે રોકડ વ્યવહાર સંબંધિત નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. હવે ગ્રાહકોને દર મહિને 1 લાખ રૂપિયા સુધી મફત રોકડ ટ્રાન્ઝેક્શન (સેલ્ફ અને થર્ડ પાર્ટી બંને) મળશે, જ્યારે પહેલા આ મર્યાદા 2 લાખ રૂપિયા હતી.
તમને જણાવી દઇયે કે, ફ્રી ટ્રાન્ઝેક્શનની સંખ્યા પહેલાની જેમ જ 4 રહેશે, પરંતુ ત્યાર બાદ દરેક કેશ ટ્રાન્ઝેક્શન પર 150 રૂપિયા ચાર્જ લાગશે. બેન્કના આ નિર્ણયની સીધી અસર નાના અને મધ્યમ વર્ગના ગ્રાહકોના ખિસ્સા પર પડી શકે છે. આ નવા નિયમ સહિત અન્ય ઘણા નિયમોમાં ફેરફાર 1 ઓગસ્ટથી લાગુ થઈ ગયા છે.
થર્ડ પાર્ટી કેશ ટ્રાન્ઝેક્શનનો અર્થ એ છે કે ખાતાધારક (જેમ કે સંબંધી, મિત્ર અથવા એજન્ટ) સિવાયની વ્યક્તિ દ્વારા બેંક ખાતામાં રોકડ જમા કરવી અને ઉપાડવી.
રોકડ વ્યવહારો પર નવા નિયમો : New rules on cash transactions
હવે દરેક એકાઉન્ માટે માત્ર 4 ફ્રી કેશ ટ્રાન્ઝેકશન મળશે.
ફ્રી લિમિટ બાદ કેશ ટ્રાન્ઝેક્શન પર 5 રૂપિયા પ્રતિ 1000 રૂપિયા અથવા ઓછામાં ઓછા 150 રૂપિયા ચાર્જ લાગશે.
થર્ડ પાર્ટી કેશ ટ્રાન્ઝેક્શનની દૈનિક મર્યાદા 25,000 રૂપિયા રાખવામાં આવી છે.
ફંડ ટ્રાન્સફરના ચાર્જ બદલાયા
એનઇએફટી ટ્રાન્સફર ચાર્જિસ : NEFT transfer charges
- રૂપિયા 10,000 સુધી : 2 રૂપિયા
- 10,000થી 1 લાખ રૂપિયા : 4 રૂપિયા
- 1 લાખથી 2 લાખ રૂપિયા : 14 રૂપિયા
- રૂપિયા 2 લાખથી વધુ : 24 રૂપિયા
આરટીજીએસ ટ્રાન્સફર ચાર્જિસ : RTGS transfer charges
- 2 લાખથી 5 લાખ રૂપિયા : 20 રૂપિયા
- 5 લાખથી ઉપર : 45 રૂપિયા
આઈએમપીએસ ટ્રાન્સફર ચાર્જ : IMPS transfer charges
- 1,000 રૂપિયા સુધી : 2.50 રૂપિયા
- 1,000થી 1 લાખ રૂપિયા : 5 રૂપિયા
- રૂપિયા 1 લાખથી વધુ : 15 રૂપિયા
ઇસીએસ અને એસીએચ રિટર્ન ચાર્જ : ECS and ACH return charges
- ટાઇમ રિટર્નઃ 450 રૂપિયા (સિનિયર સિટિઝન – 400 રૂપિયા)
- બીજી વખત: 500 રૂપિયા (સિનિયર સિટિઝન – 450 રૂપિયા)
- ત્રીજી વખત: રૂ. 550 (સિનિયર સિટિઝન – રૂ. 500)
અન્ય બેંક સેવાઓ પર અસર : Impact on other services
બેલેન્સ સર્ટિફિકેટ, ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ અથવા એડ્રેસ કન્ફર્મેશન – 100 રૂપિયા (સિનિયર સિટિઝન – 90 રૂપિયા).જૂના રેકોર્ડ અથવા ચેકની કોપી પેઇડ – 80 રૂપિયા (સિનિયર સિટિઝન – 72 રૂપિયા).IPIN રિજનરેશન હવે એકદમ ફ્રી છે, જ્યારે પહેલા તેની કિંમત 40 રૂપિયા હતી.
ચેકબુક નિયમો : Chequebook Rules
હવે એક વર્ષમાં બચત ખાતા પર 10 પેજની એક જ ચેકબુક ફ્રી મળશે. આ પહેલા 25 પેજની ફ્રી ચેકબુક ઉપલબ્ધ હતી. આ પછી, દરેક વધારાના પાના માટે 4 રૂપિયા ફી લેવામાં આવશે (વરિષ્ઠ નાગરિકો માટે થોડી છૂટ હશે).
કુલ મળીને એચડીએફસી બેંકના આ નવા નિયમોની સીધી અસર એવા ગ્રાહકો પર પડશે જે વારંવાર બેંક બ્રાન્ચની મુલાકાત લે છે અને રોકડ વ્યવહારો અથવા અન્ય બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરે છે.
ICICI Bank મિનિમમ બેલેન્સ લિમિટ ઘટાડી
તાજેતરમાં આઈસીઆઈસીઆઈ બેંકે મિનિમમ બેલેન્સ લિમિટ 10000 થી વધારી 50000 રૂપિયા કરી હતો. જો કે ભારે ભારે વિરોધ બાદ નવા બચત ખાતાઓ માટે મિનિમમ બેલેન્સ લિમિટ ઘટાડીને 15000 રૂપિયા કરી દીધી છે.