FASTag Annual Pass ખરીદવો જરૂરી છે? વાંચો ફાસ્ટેગ વાર્ષિક પાસ વિશે વારંવાર પુછાતા 14 સવાલના જવાબ

FASTag Annual Pass F&Qs : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફાસ્ટેગ વાર્ષિક પાસ રજૂ કરવાની ઘોષણા કરી છે. હવે કાર ચાલકોના ફાસ્ટેગ એન્યુઅલ પાસ વિશે ઘણા સવાલો થઇ રહ્યા છે. અહીં FASTag Annual Pass વિશે વારંવાર પુછાતા 14 સવાલના જવાબ આપવામાં આવ્યા છે.

Written by Ajay Saroya
June 19, 2025 17:55 IST
FASTag Annual Pass ખરીદવો જરૂરી છે? વાંચો ફાસ્ટેગ વાર્ષિક પાસ વિશે વારંવાર પુછાતા 14 સવાલના જવાબ
FASTag Rules: ફાસ્ટેગ વાહનનો ટોલ ટેક્સના ઓનાલઇન પેમેન્ટ માટેની સુવિધા છે. (Indian Express Photo)

FASTag Annual Pass Questions Answered: ફાસ્ટેગ વિશે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ 18 જૂન, 2025ના રોજ મહત્વપૂર્ણ ઘોષણા કરી હતી. નીતિન ગડકરીએ ફાસ્ટેગ એન્યુઅલ પાસ એટલે કે ફાસ્ટેગના વાર્ષિક પાસ રજૂ કરવાની જાહેરાત કરી છે. આ નવી સુવિધાથી વારંવાર ફાસ્ટેગ બેલેન્સ કરવાની ઝંઝટ રહેશે. FASTag Annual Pass હશે તો, કાર ચાલક આખા વર્ષ માટે અથવા નેશનલ હાઇવે (NH) અને નેશનલ એક્સપ્રેસ વે (NE) ના પસંદગીના ટોલ પ્લાઝા પરથી દર વખતે ટોલ ચૂકવ્યા વિના 200 ટ્રીપ (જે પહેલા પૂર્ણ થાય) સુધી મુસાફરી કરી શકશે. ફાસ્ટેગ એન્યુઅલ પાસ ખરીદવો જરૂરી છે, કેટલો ચાર્જ થશે, કેવી રીતે મેળવવું જેવા ઘણા સવાલો કાર ચાલકોના મનમાં ઉદભવી રહ્યા છે. અહીં FASTag Annual Pass પાસે સૌથી વધુ પુછાતા સવાલનો જવાબ આપવામાં આવ્યો છે.

FASTag Annual Pass Price : ફાસ્ટેગ વાર્ષિક પાસ માટે કેટલો ચાર્જ થશે?

વાર્ષિક પાસની કિંમત 3,000 રૂપિયા રાખવામાં આવી છે અને તેને ફક્ત રાજમાર્ગયાત્રા મોબાઇલ એપ અથવા NHAI વેબસાઇટ પરથી જ સક્રિય કરી શકાય છે. જો તમારું વાહન પહેલાથી જ FASTag સાથે જોડાયેલું છે અને બધા નિયમોનું પાલન કરે છે, તો નવો ટેગ લેવાની જરૂર રહેશે નહીં.

FASTag Annual Pass : ફાસ્ટેડ વાર્ષિક પાસ ક્યારથી મળશે?

ફાસ્ટેગ વાર્ષિક પાસ ખાનગી કાર, જીપ અને વાન પસંદગીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH) અને રાષ્ટ્રીય એક્સપ્રેસ વે (NE) ટોલ પ્લાઝામાંથી એક વર્ષ અથવા 200 ટ્રિપ (જે વહેલું હોય તે) માટે ટોલ ચાર્જ ચૂકવ્યા વિના મુસાફરી કરવાની મંજૂરી આપે છે. આ સુવિધા 15 ઓગસ્ટ, 2025 થી અમલમાં આવશે.

હું ફાસ્ટેગ વાર્ષિક પાસ ક્યાંથી ખરીદી શકું?

ફાસ્ટેગ વાર્ષિક પાસ ફક્ત Rajmargyatra મોબાઇલ એપ્લિકેશન અથવા NHAI વેબસાઇટ દ્વારા જ એક્ટિવ કરી શકાય છે.

ફાસ્ટેગ વાર્ષિક પાસ કેવી રીતે એક્ટવ થશે?

ફાસ્ટેગ એન્યુઅલ પાસ વાહન અને સંબંધિત FASTag ની યોગ્યતા તપાસ્યા પછી એક્ટિવ કરવામાં આવશે. પાત્રતાની પુષ્ટિ પછી, યુઝર્સ Rajmargyatra એપ્લિકેશન અથવા NHAI વેબસાઇટ દ્વારા નાણાકીય વર્ષ 2025-26 માટે રૂ. 3,000 ચૂકવવા પડશે. ચુકવણીની પુષ્ટિ થયા પછી પાસ સામાન્ય રીતે 2 કલાકની અંદર ફાસ્ટેગ એન્યુઅલ પાસ એક્ટિવ થઈ જશે.

મારી પાસે પહેલેથી જ FASTag છે, શું મારે નવું ફાસ્ટેગ વાર્ષિક પાસ ખરીદવાની જરૂર છે?

ના, નવો FASTag ખરીદવાની કોઈ જરૂર નથી. જો તમારો FASTag પહેલેથી જ એક્ટિવ હોય, વાહનના વિન્ડસ્ક્રીન પર યોગ્ય રીતે ચોંટાડાયેલો હોય, માન્ય નોંધણી નંબર સાથે જોડાયેલ હોય અને બ્લેક લિસ્ટેડ ન હોય, તો ફાસ્ટેગ વાર્ષિક પાસ તેના પર એક્ટિવ કરી શકાય છે.

ફાસ્ટેગ એન્યુઅલ પાસ ક્યા ટોલ પ્લાઝા પર માન્ય રહેશે?

તે ફક્ત નેશનલ હાઇવે (NH) અને નેશનલ એક્સપ્રેસ વે (NE) પર સ્થિત ટોલ પ્લાઝા પર જ માન્ય રહેશે. રાજ્ય સરકારો, સ્થાનિક સંસ્થાઓ અથવા પાર્કિંગ જેવા અન્ય સ્થળોએ, FASTag સામાન્ય ટેગની જેમ કામ કરશે અને ત્યાંના ચાર્જ લાગુ પડશે.

ફાસ્ટેગ વાર્ષિક પાસ કેટલા સમય માટે માન્ય રહેશે?

ફાસ્ટેગ વાર્ષિક પાસ એક્ટિવ થયાની તારીખથી 1 વર્ષ અથવા 200 ટ્રિપ્સ, બંને માંથી જે પહેલા પૂર્ણ થયા તે માન્ય રહેશે. 200 ટ્રિપ્સ અથવા 1 વર્ષ પૂર્ણ થયા પછી આ પાસ આપમેળે સામાન્ય FASTag માં રૂપાંતરિત થઈ જશે. જો તમારે ફરીથી ફાસ્ટેગ એન્યુઅલ પાસની સુવિધા જોઈતી હોય, તો તમે 3000 રૂપિયા ચૂકવી એક્ટિવ કરાવી શકાય છે.

ફાસ્ટેગ વાર્ષિક પાસ બધા પ્રકારના વાહનો માટે ઉપલબ્ધ છે?

ના, આ સુવિધા ફક્ત કાર, જીપ અને વાન જેવા બિન-વાણિજ્યિક ખાનગી વાહનો માટે જ ઉપલબ્ધ છે. આ સુવિધા વ્હીકલ ડેટાબેઝમાંથી ચકાસણી પછી જ લાગુ પડે છે. કોઈપણ વાણિજ્યિક વાહનમાં તેનો ઉપયોગ તાત્કાલિક નિષ્ક્રિય કરવામાં આવશે.

શું હું મારા ફાસ્ટેગ વાર્ષિક પાસને બીજા વાહનમાં ટ્રાન્સફર કરી શકું?

ના, ફાસ્ટેગ વાર્ષિક પાસ ટ્રાન્સફર કરી શકાતો નથી. તે ફક્ત તે વાહન માટે માન્ય છે જેના પર FASTag લગાવેલ છે અને નોંધાયેલ છે. જો અન્ય કોઈપણ વાહનમાં ઉપયોગ કરવામાં આવે તો તે અમાન્ય થઈ જશે.

શું વાહનના વિન્ડસ્ક્રીન પર FASTag લગાવવું જોઈએ?

હા, વાર્ષિક પાસ ફક્ત FASTag પર જ સક્રિય થશે જે વાહનના વિન્ડસ્ક્રીન પર યોગ્ય રીતે ચોંટાડવામાં આવ્યો છે અને નોંધાયેલ વાહન સાથે જોડાયેલ છે.

મારો FASTag ફક્ત ચેસિસ નંબર પર જ રજિસ્ટર્ડ હોય, તો શું હું વાર્ષિક પાસ મેળવી શકું?

ના. જો FASTag ફક્ત ચેસિસ નંબર પર નોંધાયેલ હોય, તો વાર્ષિક પાસ જારી કરવામાં આવશે નહીં. ફાસ્ટેગ વાર્ષિક પાસ એક્ટિવ કરવા માટે, તમારે તમારા વાહન નોંધણી નંબર (VRN) ને અપડેટ કરવાની જરૂર છે.

ફાસ્ટગ વાર્ષિક પાસ હેઠળ ‘ટ્રિપ’ કેવી રીતે ગણવામાં આવશે?

પોઈન્ટ-આધારિત ટોલ પ્લાઝા માટે (જ્યાં દરેક ક્રોસિંગ પર ટોલ વસૂલવામાં આવે છે):

દર વખતે ટોલ પ્લાઝા પાર કરવાને એક ટ્રીપ ગણવામાં આવશે. જો તમે બંને તરફથી અવર જવર કરો છો (To & Fro), તો તે બે ટ્રીપ ગણવામાં આવશે. ધારો કે તમે નોઈડામાં રહો છો અને કોઈ કામ માટે ગાઝિયાબાદ જઈ રહ્યા છો, અને રસ્તામાં તમારે દાસના ટોલ પ્લાઝા પાર કરવો પડશે. જે એક પોઈન્ટ-આધારિત ટોલ પ્લાઝા છે. જ્યારે તમે નોઈડાથી ગાઝિયાબાદ જતી વખતે દાસના ટોલ પાર કરો છો, ત્યારે તેને એક ટ્રીપ ગણવામાં આવે છે. જ્યારે તમે ગાઝિયાબાદથી નોઈડા પાછા ફરતી વખતે ફરીથી તે જ ટોલ પાર કરો છો, ત્યારે તેને બીજી ટ્રીપ ગણવામાં આવશે. તેથી, જતા અને આવતા એમ બંને તરફથી ટોલ પ્લાઝા પાર કરવાથી કુલ બે ટ્રીપ ગણવામાં આવે છે.

ટોલ પ્લાઝા પર એક વખત પ્રવશ અને બહાર નીકવું, તેને એક જ ટ્રીપ તરીકે ગણવામાં આવશે. ઉદાહરણ તરીકે, જો તમે યમુના એક્સપ્રેસવે દ્વારા દિલ્હીથી આગ્રાની મુસાફરી કરો છો, તો દિલ્હીમાં પ્રવેશ અને આગ્રામાં બહાર નીકળવાની એક ટ્રીપ તરીકે ગણવામાં આવશે. પરત ફરતી વખતે બીજી વખત પ્રવેશ અને બહાર નીકળવાની રીત હશે, જેને બીજી ટ્રીપ તરીકે ગણવામાં આવશે.

શું મને ફાસ્ટેગ વાર્ષિક પાસ અંગે SMS નોટિફિકેશન મળશે?

હા. જ્યારે તમે ફાસ્ટેગ વાર્ષિક પાસ સક્રિય કરો છો, ત્યારે તમે Rajmargyatraને તમારા બેંકમાં નોંધાયેલા મોબાઇલ નંબરને ઍક્સેસ કરવાની પરવાનગી આપો છો જેથી તમને SMS ચેતવણીઓ અને અન્ય સૂચનાઓ મોકલી શકાય.

ફાસ્ટેગ વાર્ષિક પાસ ખરીદવો જરૂરી છે? કોઇ વપરાશકર્તા ન ખરીદે તો શું થાય?

ના, ફાસ્ટેગ વાર્ષિક પાસ લેવો ફરજિયાત નથી. જે ​​લોકો વાર્ષિક પાસ મેળવવા માંગતા નથી તેઓ તેમના હાલના FASTag નો ઉપયોગ ચાલુ રાખી શકે છે જેમ તેઓ અત્યાર સુધી કરતા આવ્યા છે. આવા વપરાશકર્તાઓ તેમના ટેગ સાથે સામાન્ય વ્યવહારો કરી શકશે અને ટોલ પ્લાઝા પર લાગુ ફી મુજબ ફી ચૂકવી શકશે

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ