Vehicles Fitness Test: ફિટનેસ ટેસ્ટમાં પાસ ન થનાર વાહન ચાલક માટે રાહતના સમાચાર, સરકાર નવો નિયમ બનાવશે, જાણો શું ફાયદો થશે

Vehicles Fitness Test Center Certification Rules : કેન્દ્ર સરકારના નિયમ અનુસાર હાલ જે વાહન ફિટનેસ ટેસ્ટના નિયમોમાં પાસ થતું નથી તેને એન્ડ ઓફ લાઇફ વ્હીકલ (ELV) તરીકે જાહેર કરાય છે.

Written by Ajay Saroya
November 27, 2023 16:45 IST
Vehicles Fitness Test: ફિટનેસ ટેસ્ટમાં પાસ ન થનાર વાહન ચાલક માટે રાહતના સમાચાર, સરકાર નવો નિયમ બનાવશે, જાણો શું ફાયદો થશે
વાહનોને ફિટ જાહેર કરવા માટે સર્ટિફિકેટ ઇશ્યૂ કરવામાં આવશે. (Photo - Freepik)

Vehicles Fitness Test Center Certification Rules : કાર ચાલકો માટે એક રાહત જનક સમાચાર છે. વાહનોને ટૂંક સમયમાં દેશમાં ફિટનેસ ટેસ્ટિંગ માટે વધુ તકો મળી શકશે. આ માટે કેન્દ્ર સરકારે નવા નિયમો તૈયાર કર્યા છે અને આ નિયમો ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે. હાલમાં, જો તમારું વાહન કેન્દ્ર સરકારના ફિટનેસ ટેસ્ટના નિયમોનું પાલન કરતું નથી, તો વાહનને એન્ડ ઓફ લાઇફ વ્હીકલ (ELV) તરીકે જાહેર કરવામાં આવે છે. હવે આવું ન કરવાથી વાહન ચાલકોને ચેક કરવાની વધુ તક આપવામાં આવશે. આ માટે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય ટૂંક સમયમાં જ સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટ (CMVR)માં સુધારો કરવા જઈ રહ્યું છે. નવી જોગવાઈ હેઠળ, જો કોઈ વાહન 180 દિવસમાં ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થતું નથી, તો તે વાહનને ELV તરીકે જાહેર કરવાની જોગવાઈ છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે નવા નિયમો અંગે વાહન ચાલકો પાસેથી સૂચનો મંગાવ્યા

આ નિયમો કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે અને આ નિયમો અંગે વાહન ચાલકો પાસેથી સૂચનો માંગવામાં આવ્યા છે, આ પ્રક્રિયા પૂર્ણ થતાં જ નવા નિયમો લાગુ કરી શકાશે. નિયત જોગવાઈઓ હેઠળ વ્હીકલ રજિસ્ટ્રેશનનો અધિકાર રાજ્યના કમિશનર અથવા જે રાજ્યમાં કોઈ કમિશનર નથી તેવા રાજ્યોમાં રાજ્ય પરિવહન સચિવ પાસે રહેશે.

Cars | Auto News | Vehicles Fitness Test Rules | Fitness Test Center Certification
વાહનોને ફિટ જાહેર કરવા માટે સર્ટિફિકેટ ઇશ્યૂ કરવામાં આવશે. (Photo – Jansatta)

નવા નિયમોને સેન્ટ્રલ મોટર વ્હીકલ એમેન્ડમેન્ટ રૂલ્સ 2023 કહેવાશે

આ નવા નિયમો સેન્ટ્રલ મોટર વ્હીકલ એમેન્ડમેન્ટ રૂલ્સ 2023 તરીકે ઓળખાશે અને આ નિયમો નોટિફિકેશનની તારીખથી અમલમાં આવશે. નિયત ફી ભરીને આવા વાહનોને ઘણી વખત ચેક કરવાનું શક્ય બનશે. કેન્દ્ર સરકાર આ નવા નિયમોમાં પણ જોગવાઈઓ કરવા જઈ રહી છે કે આવા વાહનોના પરીક્ષણ માટે ટેસ્ટિંગ સેન્ટર કેવી રીતે સ્થાપિત કરવામાં આવશે.

કામગીરીનું ક્વોલિટી લેવલ જાળવી રાખવા સરકાર નિયમ બનાવશે

કેન્દ્ર સરકાર આ નિયમોમાં આ ટેસ્ટિંગ સેન્ટર પર તૈનાત થનારા અધિકારીઓ અને કર્મચારીઓની લાયકાતને પણ સ્પષ્ટ કરવા જઈ રહી છે જેથી કામની ગુણવત્તાનું સ્તર સુનિશ્ચિત કરી શકાય. આ સેન્ટરોના અધિકારીઓ નક્કી કરશે કે સંબંધિત વાહન માલિકને નિર્ધારિત નિયમો અનુસાર ટેસ્ટિંગ કરાવવાની તક આપવામાં આવે. આવા વાહનોને યોગ્ય જાહેર કરવા માટે સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.

આ ઉપરાંત આવા વાહનોમાં વાઇફાઇ અને જીપીએસ સપોર્ટ માટે જીપીએસ માટે જિયો ટેગિંગની સિસ્ટમ પણ અમલમાં મૂકવામાં આવશે. આવા સેન્ટર માટે પર્યાપ્ત પાર્કિંગ અને અવિરત અવરજવર માટે પૂરતી જગ્યાની જોગવાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચો | ટ્રાફિક વિભાગે ઇ-ચલાન મોકલ્યું છે? ઘરે બેઠા કાર-બાઈકના ઇ-ચલાનનું ઓનલાઇન પેમેન્ટ કરવાની સ્ટેપ બાય સ્ટેપ રીત જાણો

આ નવા નિયમોને લાગુ કરવા માટે મંત્રાલયના અધિક સચિવ મહેમૂદ અહેમદના આદેશથી નવા નિયમો અને જોગવાઈઓમાં સુધારાની સૂચના જારી કરવામાં આવી છે અને મંત્રાલયે સામાન્ય જનતાને નિયત સમયમાં મંત્રાલયની વેબસાઈટ પર સૂચનો આપવા જણાવ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ