Government Pension Yojana: નિવૃત્તિ બાદ લોકોને મુશ્કેલી ન પડે તે માટે સરકાર અનેક પેન્શન સ્કીમો ચલાવી રહી છે. સરકારની આ પેન્શન યોજનાઓમાંની એક અટલ પેન્શન યોજના (એપીવાય) છે. ભારત સરકારની આ યોજનાએ એપ્રિલ 2025 સુધીમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. સરકારી રિપોર્ટ અનુસાર અત્યાર સુધી આ યોજનામાં 7.65 કરોડથી વધુ લોકો જોડાયા છે અને તેની કુલ બેલેન્સ 45,974.67 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. આ સરકારી નિવૃત્તિ યોજનામાં મહિલાઓની ભાગીદારી પણ સતત વધી રહી છે. હાલમાં તેના લગભગ 48 ટકા સભ્યો મહિલાઓ છે.
Atal Pension Yojana : અટલ પેન્શન યોજના શું છે?
અટલ પેન્શન યોજના (એપીવાય) 9 મે 2015ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજના 1 જૂન, 2015થી લાગુ કરવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને નિવૃત્તિ બાદ નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો છે. આ યોજનામાં 18થી 40 વર્ષની ઉંમરનો કોઇપણ ભારતીય નાગરિક જોડાઇ શકે છે. આ યોજના હેઠળ 60 વર્ષની ઉંમર પછી દર મહિને 1000થી 5000 રૂપિયા સુધી ગેરેન્ટેડ પેન્શન મળે છે.
અટલ પેન્શન યોજનાની ખાસ સુવિધાઓ
- અટલ પેન્શન યોજનામાં રોકાણનો લઘુત્તમ સમય 20 વર્ષનો છે.
- આ યોજનામાં માત્ર એ જ લોકો રોકાણ કરી શકે છે, જેઓ આવકવેરો ભરતા નથી. (નિયમ 1 ઓક્ટોબર 2022 થી લાગુ)
- વ્યક્તિઓ દર મહિને, દર ત્રિમાસિક અથવા દર છ મહિને બેંક અથવા પોસ્ટ ઓફિસ ખાતામાંથી ઓટો-ડેબિટ દ્વારા યોગદાન આપી શકે છે.
તેમા ઉંમર પ્રમાણે માસિક યોગદાન નક્કી કરવામાં આવે છે.
1000 માસિક પેન્શન માટે કેટલું યોગદાન આપવું પડશે?
જો કોઈ વ્યક્તિ મહિને 1000 રૂપિયા પેન્શન ઈચ્છે છે તો તેણે પોતાની ઉંમર પ્રમાણે આ રકમ આપવી પડશે.
19 વર્ષની ઉંમરે : 46 રૂપિયા29 વર્ષની ઉંમરે : 106 રૂપિયા39 વર્ષની ઉંમરે : 264 રૂપિયા
(આ યોગદાન 60 વર્ષ સુધી નિયમિત રીતે આપવું પડશે)
આ યોજના 60 વર્ષની ઉંમરે લગભગ 1.7 લાખ રૂપિયાનું ફંડ બનાવે છે.
મૃત્યુ પછી પૈસાનું શું થાય છે?
જો ખાતાધારકનું 60 વર્ષની ઉંમર પછી મૃત્યુ થાય છે, તો તે જ માસિક પેન્શનની રકમ તેમના જીવનસાથીને મળતી રહે છે. જ્યારે પતિ-પત્ની બંનેનું મૃત્યુ થાય છે, ત્યારે આખું ભંડોળ નોમિનીને પાછું આપવામાં આવે છે.
અટલ પેન્શન યોજના કોના માટે યોગ્ય છે?
અટલ પેન્શન યોજના ઓછી આવક ધરાવતા લોકો માટે બિલકુલ યોગ્ય છે. એ.પી.વાય. કે જેઓ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે (જેમ કે મજૂરો, નાના દુકાનદારો, ઘરેલુ કામદારો) અથવા અન્ય કોઈ સરકારી પેન્શન યોજના હેઠળ આવરી લેવામાં આવતા નથી. એ લોકો માટે પણ બહુ સારી નિવૃત્તિ યોજના છે.