Aadhar Card : આધાર કાર્ડનો ખોટો ઉપયોગ થઇ રહ્યો છે? કેવી રીતે ચેક કરવું અને ક્યાં ફરિયાદ કરવી

Aadhar Card : આધાર કાર્ડ બેંક, આઈટી રિટર્ન અને સરકારી સેવાનો લાભ લેવા માટે આઈડી પ્રુફ તરીકે આપવું પડે છે. આથી આધાર નંબર દ્વારા ઓનલાઇન ફ્રોડ થવાનું જોખમ રહે છે. અહીં આધાર કાર્ડનો ક્યાં અને ક્યારે ઉપયોગ થયો છે અને ફરિયાદ કેવી રીતે કરવી તેના વિશે જાણકારી આપી છે.

Written by Ajay Saroya
April 18, 2025 11:02 IST
Aadhar Card : આધાર કાર્ડનો ખોટો ઉપયોગ થઇ રહ્યો છે? કેવી રીતે ચેક કરવું અને ક્યાં ફરિયાદ કરવી
Aadhar Card : ભારતીય નાગરિકો માટે આધાર કાર્ડ જરૂરી બની ગયું છે (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

Aadhar Card : આધાર કાર્ડ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે. આધાર કાર્ડની બેંક, પાસપોર્ટ થી લઇ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા અને વિવિધ સરકારી યોજનાઓના લાભ મેળવવા માટે જરૂરી પડે છે. આપણે ઘણી બધી જગ્યાઓ પર આઈડી પ્રુફ તરીકે આધાર કાર્ડ આપીયે છીએ. આથી બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોવાથી ઓનલાઇન ફ્રોડ થવાની ઘટનાઓ વધી રહી છે. આમ આધાર કાર્ડની વિગતોનો દુરોપયોગ થવાનો ડર રહે છે. જો કે અમુક ટ્રીક વડે તમારા આધાર કાર્ડનો ક્યા ક્યા ઉપયોગ થઇ રહ્યો છે તે ચેક કરી શકાય છે. ઓનલાઇન ફ્રોડથી બચવા આધાર કાર્ડ બાયોમેટ્રિક લોક કરવાની સરળ રીત પણ જણાવી છે.

આધાર કાર્ડ ઇસ્યુ કરતી સંસ્થા UIDAI એ એક ઓનલાિન ટૂલ Authentication History આપ્યું છે, જે myAadhaar પોર્ટલ પર ઉપલબ્ધ છે. આ ટુલ વડે તમારા આધાર કાર્ડનો ક્યા અને ક્યારે ઉપયોગ થયો છે તે ચકાસી શકાય છે. જો કોઇ ખોટું ટ્રાન્ઝેક્શન કે ગેરરીતિ જણાય છે તમે સમયસર પગલાં લઇ શકો છો.

How To Check UIDAI Authentication History : આધાર ઓથેન્ટિકેશન હિસ્ટ્રી કેવી રીતે ચેક કરવી

સૌથી પહેલા myAadhaar પોર્ટલ પર જાઓ.આધાર નંબર અને કેપ્ચા દાખલ કરી Login with OTP પર ક્લિક કરો.રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવેલો OTP દાખલ કરો.લોગિન બાદ Authentication History વિકલ્પ પસંદ કરો.તમારી જરૂરીયાત મુજબ તારીખ પસંદ કરો અને વિગત ચેક કરો.

આધાર કાર્ડના ઉપયોગ અને ટ્રાન્ઝેક્શન સંબંધિત વિગતો સાવધાની પૂર્વક ચેક કરો. જ કોઇ અજાણ્યું કે શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન દેખાય તો તરત જ પગલાં લો.

Aadhaar Complaint Number : આધાર કાર્ડ સંબંધિત ફરિયાદ ક્યા કરવી?

  • ટોલ ફ્રી નંબર પર કોલ કરો : UIDAI ની હેલ્પલાઇન 1947 પર કોલ કરો.
  • ઇમેલ કરો : help@uidai.gov.in પર ઇમેલ કરી ફરિયાદ દાખલ કરી શકાય છે.

આધાર બાયોમેટ્રિક્સ લોક કેવી રીતે કરવું?

UIDAI એ આધાર બાયોમેટ્રિક લોક કરી તમારા આધાર કાર્ડને સુરક્ષિત કરવાની સુવિધા પણ આપી છે. આના વડે તમે તમારા આધાર કાર્ડની બાયોમેટ્રિક જાણકારી ફિંગરપ્રિન્ટ અને આઇરિસ સ્કેન લોક કરવાની સુવિધા આપે છે. તેનાથી કોઇ પણ તમારી જાણકારી વગર તમારી આધાર બાયોમેટ્રિક વિગતનો દુરોપયોગ કરી શકશે નહીં, પછી ભલે તમારો આધાર નંબર તેની પાસે.

Aadhaar Biometric Lock : આધાર બાયોમેટ્રિક લોક કરવાની પ્રક્રિયા

  • મોબાઇલ કે કોમ્પ્યુટરમાં UIDAIની સત્તાવાર વેબસાઇટ ઓપન કરો.
  • Lock/Unlock Biometrics સેક્શનમાં જાઓ.
  • તમારું વર્ચ્યુઅલ આઈડી (VID), નામ, પિનકોડ અને કેપ્ચા દાખલ કરો.
  • Send OTP પર ક્લિક કરો.
  • આધાર કાર્ડમાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર આવેલો ઓટીપી દાખલ કરો.
  • આમ તમારુ આધાર કાર્ડ બાયોમેટ્રિક લોક કરી શકાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ