અગ્રણી ગુજરાતી વેબસાઇટ કે જે વિશ્વસનિય સમાચાર સાથે તમને સતત અપડેટ રાખે છે !
ગુજરાત, ભારત અને વિશ્વભરના સમાચારો માટેના તમારા વિશ્વસનીય સ્ત્રોતમાં આપનું સ્વાગત છે. ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી વેબસાઇટ એ રાજ્ય, દેશ અને વિદેશના નવીનતમ અને મહત્વપૂર્ણ સમાચારો ગુજરાતી ભાષામાં પહોંચાડવા માટે સમર્પિત છે.
અમને ગૌરવ છે કે અમે દેશની આઝાદી પૂર્વેથી હિંમતનું પત્રકારત્વ કરી રહેલા ધ ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપનો હિસ્સો છીએ. ધ ઇન્ડિયન એક્સપ્રેસ વર્ષ 1932 થી અવિરત સમાચાર પીરસતું વિશ્વસનિય જાણીતું અંગ્રેજી ન્યૂઝ પેપર છે. વૈશ્વિક માંગ અને સમયને ધ્યાનમાં લેતાં ન્યૂઝ પેપરની સાથોસાથ ડિજિટલ મીડિયામાં પણ વાંચકો માટે જાણીતું અને માનીતું છે. વાંચકોની રુચિને પગલે અંગ્રેજી બાદ હિન્દી, બાંગ્લા, તમિલ, મલયાલમ ભાષામાં ન્યૂઝ વેબ સાઇટ સફળતાપૂર્વક સંચાલન કર્યા બાદ ગુજરાતી વાંચકોને પણ નિષ્પક્ષ અને લેટેસ્ટ સમાચાર ગુજરાતી ભાષામાં મળી શકે એ માટે 2જી ઓકટોબર, 2022 થી ઇન્ડિયન એક્સપ્રેસ સમુહ દ્વારા ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી વેબ સાઇટ શરુ કરવામાં આવી છે.
અમે ગુજરાત, ભારત અને વિશ્વભરના લેટેસ્ટ સમાચાર 24/7 પહોંચાડીએ છીએ. અમારી ડાયનેમિક વેબસાઇટ નવીનતમ, વિશ્વસનીય સમાચાર ઉપરાંત વિશ્લેષણાત્મક અહેવાલો પ્રદાન કરે છે, જે તમને ઘટનાઓની ઊંડાણપૂર્વક સમજ આપે છે. અમારી ટીમ અનુભવી પત્રકારો અને સંપાદકોની બનેલી છે, જેઓ સમાચાર જાણવાની તમારી જિજ્ઞાસા સંતોષવા સતત કાર્યરત છે. અમે સાંપ્રત પ્રવાહોની સાથે રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન, જીવનશૈલી, હેલ્થ, શિક્ષણ, ટેકનોલોજી, ધર્મ ઉપરાંત અન્ય વિભાગના રસપ્રદ મુદ્દાઓને આવરી લઈએ છીએ.
તાજા અને વિશ્વસનીય સમાચાર : અમે તમને ગુજરાત, ભારત અને વિદેશમાં બનતી ઘટનાઓના વાસ્તવિક-સમય અપડેટ્સ પ્રદાન કરીએ છીએ.
ઊંડાણપૂર્વક વિશ્લેષણ અને અભિપ્રાય: અમારા અનુભવી લેખકો ઘટનાઓના ઊંડાણપૂર્વકના અર્થઘટનો પ્રદાન કરે છે તેમજ સરળ શૈલીમાં વિશ્લેષણ કરે છે.
વિશ્વસનિય સ્ત્રોત : અમે અમારા અહેવાલો માટે ઇન્ડિયન એક્સપ્રેસના દેશભરમાં ફેલાયેલા પત્રકાર નેટવર્ક તેમજ વિશ્વસનિય સ્ત્રોતો પર આધાર રાખીએ છીએ.
વપરાશકર્તા મૈત્રીપૂર્ણ વેબસાઇટ : ઝડપી લોડિંગ સમય અને સરળ નેવિગેશન સાથે વાંચવા માટે સુખદ અનુભવ
ગુજરાત : અમદાવાદ, ગાંધીનગર સહિત મહાનગરો તેમજ ગ્રામ્ય વિસ્તારના શિક્ષણ, રાજકારણ, ક્રાઇમ સહિત મહત્વની ઘટનાઓનું લોકલ કવરેજ.
સમાચાર : રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચારોનું 24/7 કવરેજ અને મોટી ઘટનાઓનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટીંગ.
સ્પોર્ટ્સ : ક્રિકેટ, IPL અને અન્ય રમતોની મહત્વની મેચ, ટુર્નામેન્ટ, લાઇવ સ્કોર અપડેટ્સ તેમજ ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ અને તાજા સમાચાર.
બિઝનેસ : શેર બજારની હલચલ, સોના ચાંદી બજારના દૈનિક ભાવ, નાણાકીય બજારો, કંપનીઓ અને આર્થિક પ્રવાહો તેમજ પર્સનલ ફાઇનાન્સ, બચત વિશેની માહિતી.
ધર્મ : તહેવારોનું મહત્વ, ઉજવણી, વિવિધ ધર્મના આધ્યાત્મિક અને ધાર્મિક સમાચાર, દૈનિક સાપ્તાહિક, માસિક અને વાર્ષિક રાશિફળ, વાસ્તુશાસ્ત્ર આધારિત માર્ગદર્શન તેમજ વિવિધ ધર્મના સમાચાર.
કરિયર : નોકરી માટેના લેટેસ્ટ નોટિફિકેશન, સરકારી ભરતી, અરજી માટે સુચન, યુપીએસસી, જીપીએસસી અને ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી માટેની લેટેસ્ટ અપડેટ્સ.
મનોરંજન : ગુજરાતી સિનેમા, બોલીવુડ, હોલીવુડ અને ઓટીટી પ્લેટફોર્મની મહત્વની લેટેસ્ટ અપડેટ, નવી ફિલ્મો, ફિલ્મ રિવ્યૂ, સંગીત અને સેલિબ્રિટી સ્પેશિયલ કવરેજ.
લાઇફસ્ટાઇલ : સ્વાસ્થ્ય , ફેશન, યાત્રા , ફૂડ અને મનોરંજન જગતની હસ્તીઓની જીવનશૈલી વિશેના રસપ્રદ લેખ.
અમે તમને વિશ્વસનીય અને સમયસર સમાચાર પહોંચાડવા પ્રતિબદ્ધ છીએ. ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સાથે જોડાઓ અને તમારી જ્ઞાનજિજ્ઞાસાને સંતોષી જ્ઞાનસભર બનાવો. અમારી વેબસાઇટ પર નિ:શુલ્ક નોંધણી કરો અને દરેક નવા સમાચાર અપડેટ માટે સૂચના મેળવો. અમને સોશિયલ મીડિયા પર ફોલો કરો અને ચર્ચામાં ભાગ લો.